Boney Kapoor on Women: શ્રીદેવીના મૃત્યુને 6 વર્ષ થઈ ગયા છે. તેમણે વર્ષ 2018માં દુનિયાને અલવિદા કહી દીધું હતું. શ્રીદેવીના મૃત્યુ બાદ તેનો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. તે સમયે પતિ બોની કપૂર અને બે દીકરીઓ જ્હાન્વી અને ખુશી કપૂરની હાલત ખૂબ જ ખરાબ હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બોની કપૂરે સંબંધો અને મહિલાઓ વિશે ખુલીને વાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીદેવી વિશે બોનીએ શું કહ્યું?
બોની કપૂરે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના દિલની વાત કરી હતી. શ્રીદેવી સાથેના સંબંધો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, 'તમે તમારા પાર્ટનર પાસેથી ઘણું શીખો છો. તમે એકબીજાની કાળજી લેતા શીખો. હું ઉત્તર ભારતીય છું અને તે દક્ષિણની હતી. શરૂઆતમાં બધું સારું લાગે છે. પરંતુ 7 વર્ષ પછી તમે એકબીજાની પસંદ-નાપસંદ જાણશો. તમને કંઈપણ કહેવાની આઝાદી હોય છે.


LPG સિલિન્ડરથી લઈને પેન્શન સુધી... 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફાર


નથી દીધો ક્યારેય દગો
બોની કપૂરે વધુમાં કહ્યું કે, 'મેં ક્યારેય પણ તેને સાથે દગો નથી દીધો. આજે પણ મારી ઘણી મહિલા મિત્રો છે. હું તેમના તરફ આકર્ષિત થઈ જાઉં છું. પરંતુ શ્રીદેવી પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય.'


વજનને લઈને ચર્ચામાં બોની 
બોની કપૂરનો લુક હાલમાં ખૂબ જ ચર્ચામાં હતો. તેમણે ઘણું વજન ઘટાડ્યું છે. આ અંગે તેમણે કહ્યું કે, 'જ્યારે હું તુ જૂઠી મેં મક્કરનું ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મેં મારું વજન ઘટાડવાનો નિર્ણય લીધો હતો. તે સમયે જ્યારે હું મારી જાતને સ્ક્રીન પર જોતો હતો, ત્યારે મને મારું ફિઝીક પસંદ આવ્યું ન હતું. હું મારી જાતને જે રીતે જોવા માંગતો હતો તે રીતે તે દેખાતો નહોતો. ત્યારે મેં વિચાર્યું કે વજન ઘટાડવાનો સમય આવી ગયો છે.'


મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ


બોનીએ બે વાર હતા લગ્ન કર્યા 
બોની કપૂરે શ્રીદેવી પહેલા મોના કપૂર સાથે લગ્ન કર્યા હતા. મોના અને બોનીને બે બાળકો છે, અર્જુન કપૂર અને અંશુલા કપૂર. બોની અને મોનાએ છૂટાછેડા લીધા પછી બોનીએ શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા.