મુંબઈ : ગયા વર્ષે 24 ફેબ્રુઆરીના દિવસે બોલિવૂડ સ્ટાર શ્રીદેવીના આકસ્મિત નિધનના સમાચાર આવ્યા હતા. આ સમાચારથી આખા દેશને ભારે આંચકો લાગ્યો હતો. દુબઈની એક હોટેલના બાથટબમાં ડૂબવાથી તેનું મોત થયું હતું. આવતીકાલે તેની પહેલી પુણ્યતિથિ છે. આ નિમિત્તે બોની કપૂર એક મહત્વનો નિર્ણય લીધો છે. તે પત્નીની યાદમાં શ્રીદેવીની ખૂબ જ પ્રિય સાડીની નીલામી કરવા જઈ રહ્યા છે. આ નીલામીમાંથી મળેલા પૈસા તે જરૂરિયાતમંદોને દાન કરી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલીઝ થયું 'નોટબુક'નું ટ્રેલર, સુપર રોમેન્ટિક છે સ્ટોરી 


આ એક કોટા સાડી છે અને તેને ઓનલાઈન નીલામ કરવામાં આવશે. પારિસેરા નામની વેબસાઈટ પર આ સાડી ઉપલબ્ધ છે. ત્યાંથી બોલી લગાવીને કોઈપણ વ્યક્તિ આ સાડી ખરીદી શકશે. વેબસાઈટ પર લખ્યું છે કે શ્રીદેવીની આ છ યાર્ડની સાડી તેના સાઉથ ઈન્ડિયન હોવાની ઓળખ બની ગઈ હતી.


બોની કપૂરે દિવંગત પત્નીની ઇચ્છા પૂરી કરવા બીજું મહત્વનું પગલું લીધું છે. શ્રીદેવીની ઇચ્છા હતી કે સાઉથનો સુપરસ્ટાર અજિત તેના પતિ દ્વારા નિર્મિત ફિલ્મમાં કામ કરે. હવે બોની કપૂરે સાઉથની તેની પહેલી ફિલ્મમાં અજિતને સાઇન કરીને બોની કપૂરે દિવંગત પત્ની શ્રીદેવીની ઇચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. બોની કપૂરે માહિતી આપી હતી કે અજિત સાથે 'ઇંગ્લિશ વિંગ્લિશ'માં કામ કરતી વખતે શ્રીદેવીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે અજિત તેમના પ્રોડક્શનની તામિલ ફિલ્મમાં કામ કરે. અજિતે જ તામિલમાં 'પિંક'ની રિમેક બનાવવાનો વિકલ્પ આપ્યો હતો. આ ફિલ્મ 1 મેના દિવસે રિલીઝ થશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...