Gadar 2: બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક ગદર ફિલ્મની સિક્વલ ગદર 2 ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. વર્ષ 2001 માં ગદર રિલીઝ થઈ હતી. જેમાં સની દેઓલ-અમીષા પટેલ તારાસિંહ અને સકીનાના રોલમાં હતા. આ ફિલ્મ 1947ના ભારત-પાકિસ્તાનના ભાગલા અને તે દરમિયાન પ્રેમમાં પડેલા એક ટ્રક ડ્રાઈવર અને મુસ્લિમ યુવતી સકીનાની પ્રેમકથા હતી. આ ફિલ્મ તે વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. હવે આગામી 11 ઓગસ્ટે આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. દર્શકોમાં આ ફિલ્મ માટે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં દર્શકો ખુશ થઈ જાય તેવી ઓફર પણ નિર્માતાઓ લાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


તારા સિંહ પાકિસ્તાનમાં બોલાવશે ધડબડાટી, ગદર 2નું આ ટ્રેલર જોઈ રૂંવાડા થઈ જશે ઊભા


અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 ને મોટો ઝટકો, સેંસર બોર્ડે આપ્યું A સર્ટીફિકેટ


આ 6 અભિનેત્રીના વાયરલ MMS ને આજ સુધી નથી ભુલી શક્યું કોઈ, કરીનાના MMS એ લગાવી હતી આગ


ગદર 2 ની ટીમ દ્વારા ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ સાથે વન પ્લસ વન ટિકિટની ઓફર માટે પાર્ટનરશીપ કરી છે. એટલે કે પેટીએમ દ્વારા ટિકિટ બુક કરાવવા પર દર્શકોને એક ટિકિટ પર એક ટિકિટ ફ્રી મળશે. આ ઓફર દર્શકોને ફાયદો કરાવે તેવી છે. નિર્માતાઓનું જણાવવું છે કે આ ઓફરના કારણે ફિલ્મના ઓપનિંગમાં મોટી સંખ્યાં લોકો ફિલ્મને માણશે. એટલે કે આ પ્લાનના કારણે ફિલ્મને સારું ઓપનિંગ મળી શકે છે. ફિલ્મ ટ્રેન્ડ એક્સપર્ટ અનુસાર ગદર 2 પહેલા દિવસે 16 થી 18 કરોડની કમાણી કરી શકે છે.  


જો કે 11 ઓગસ્ટે ગદર 2ની સાથે અક્ષય કુમારની ઓહ માય ગોડ 2 પણ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ રહી છે જે ગદર 2ને ટક્કર આપી શકે છે. જોકે ફિલ્મના નિર્માતાઓ હાલ મૂંઝવણમાં છે કારણ કે સેન્સર બોર્ડે ફિલ્મ માટે 20 કટ અને A સર્ટીફિકેટની વાત કરી છે. કારણ કે ફિલ્મનો વિષય વિવાદાસ્પદ છે. ફિલ્મમાં સેક્સ એજ્યુકેશનની વાત દર્શાવવામાં આવી હોવાની વાત સામે આવી છે. તેથી જોવાનું રહ્યું કે આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે કે તેમાં કોઈ ફેરફાર થશે.