Movie Ticket in 75 Rs: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra) રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મની ટિકીટ ખૂબ મોંઘી છે. રાજધાની દિલ્હીમાં ફિલ્મનું 2100 રૂપિયા સુધી ટિકીટ વેચાઇ રહી છે. જો તમે મોંઘી ટિકીટના લીધે ફિલ્મ જોઇ શકતા નથી, તો તમારા એક ગુડ ન્યૂઝ છે. આ ફિલ્મને કોઇપણ મલ્ટીપ્લેક્સમાં ફક્ત 75 રૂપિયામાં જોઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસ માટે છે આ ઓફર
તમને જણાવી દઇએ કે આ ખાસ ઓફર ફક્ત એક દિવસ માટે જ છે. જોકે દેશમાં 16 સપ્ટેમ્બરના રોજ નેશનલ સિનેમા ડે (National Cinema Day) ઉજવવામાં આવશે. આ દિવસે ફક્ત 75 રૂપિયામાં કોઇપણ ફિલ્મ જોઇ શકો છો. કોરોના મહામારી દરમિયાન દેશભરમાં સિનેલા હોલ લગભગ દોઢ વર્ષ સુધી બંધ રહ્યા. ત્યારબાદ 16 સપ્ટેમ્બર 2021 ના રોજ તેને ખોલવામાં આવ્યા. ત્યારબાદ સિનેમા માલિકોએ રાહતનો શ્વાસ લીધો. એટલા માટે આ વર્ષે એસોસિએશને National cinema day ઉજવવાનો નિર્ણય કર્યો છે. 


4000 સિનેમાઘરોમાં જોઇ શકો છો ફિલ્મ
આ ઓફર અંતગર્ત તમે કોઇ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોઇ શકતા ન હતા. પીવીઆર, આઇનોક્સ, સિનેપોલિસ, કાર્નિવલ, મિરાઝ અને સિટી પ્રાઇડ, એશિયન, મુક્તા એ2, મૂવીટાઇમ, વેવ, એમ2કે અને ડિલાઈટ સહિત દેશભરના લગભગ 4000 સિનેમાઘરોમાં 75 રૂપિયાની મૂવી ટિકીટ ખરીદીને લોકો ફિલ્મ જોઇ શકશે. જોકે સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં આ ઓફર નહી મળે. 


આ રીતે બુક કરો 75 રૂપિયા ટિકીટ
જો તમે આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગો છો, તેના માટે તમે ઓનલાઇન અથવા ઓફલાઇન ટિકીટ બુક કરાવી શકો છો. જો તમે સિનેમાહોલમાં જઇને કાઉન્ટર પરથી ટિકીટ લેશો તો આ તમને 75 રૂપિયામાં મળશે. તો બીજી તરફ ઓનલાઇન ટિકીટમાં કેટલાક ચાર્જીસ લાગશે. કુલ મળીને ઓનલાઇન ટિકીટ 100 રૂપિયાની આસપાસ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube