ગદર 2 ફિલ્મે થિયેટરો ગજાવી નાખ્યા હતા. હવે સની દેઓલની વધુ એક એક્શન પેક ફિલ્મ બોર્ડર 2 આવી રહી છે. આ વખતે ફિલ્મમાં ધમાકેદાર સ્ટારકાસ્ટ જોવા મળશે. સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ, અને અહાન શેટ્ટી ફિલ્મમાં સૈનિકની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના તમામ એક્ટર્સના ફર્સ્ટ લૂક પણ સામે આવ્યા છે. જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. હવે ફેન્સ આ ફિલ્મની આુતરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફેન્સ માટે ખુશખબર છે  કારણ કે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડર 2ની પ્રોડક્શન ટીમ ખુબ મજબૂત છે અને એટલે બજેટનો કોઈ ઈશ્યું થાય તેવું લાગતું નથી. ફિલ્મને ગુલશનકુમારની ટી સિરીઝ અને જેપી દત્તાની જેપી ફિલ્મ્સ પ્રેઝન્ટ કરી રહ્યા છે. જેમાં ભૂષણકુમાર, કૃષ્ણકુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા સામેલ છે. જ્યારે અનુરાગ સિંહ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. 


દેશભક્તિ અને સાહસના બેકગ્રાઉન્ડ પર બનનારી આ ફિલ્મ બોર્ડર 2માં બેમિસાલ એક્શન, ડ્રામા અને ઈમોશન્સ જોવા મળશે. બોર્ડર 2 23 જાન્યુઆરી 2026ના રોજ ગ્રાન્ડ રિલીઝ કરવામાં આવશે. ફેન્સ  હાઈ ઓક્ટેન એક્શન અને ઈમોશનલ કહાની માટે તૈયાર છે. મેકર્સનો દાવો છે કે બોર્ડર 2માં તમને એવી એક્શન જોવા મળશે જે તમે હજુ સુધી જોઈ નહીં હોય.