નવી દિલ્હી : પોતાની ફિલ્મોથી સામાજિક મુદ્દાની ચર્ચા કરનાર આયુષ્યમાન ખુરાનાની લેટેસ્ટ ફિલ્મ આર્ટિકલ 15 લોકોને પસંદ પડી રહી છે. આ ફિલ્મને પહેલા દિવસે જબરદસ્ત ઓપનિંગ મળ્યું છે અને એની કમાણીના આંકડા ચોંકાવનારા છે. ફિલ્મના કલેક્શને બીજા દિવસે 60 ટકાનો જમ્પ કર્યો છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ શુક્રવારે 4-5 કરોડ રૂ.ની અને બીજા દિવસે 7.25-7.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, લગભગ 18 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 12 કરોડ રૂપિયા કમાણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મની વાર્તા 2014માં ઉત્તરપ્રદેશના બદાયુંમાં બનેલી એક ઘટના છે. આ ઘટનામાં બે છોકરીઓના મૃતદેહ ઝાડ સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા. 14 અને 15 વર્ષની બે પિતરાઈ બહેનો 27 મે, 2014ની રાત્રે પોતાના ઘરથી ગુમ થઈ ગઈ હતી અને તેમના મૃતદેહ ગામના ઝાડ પર લટકતા મળ્યા હતા. આ બે દલિત છોકરીઓ સાથે થયેલા અપરાધ પાછળ જ્ઞાતિનો મુદ્દો જવાબદાર હતો. આ મામલામાં ઉંચી જ્ઞાતિના પાંચ છોકરાઓ પર આરોપ હતો. આ મામલામાં ગામલોકોએ પોલીસ તેમજ સપા સરકાર સામે પ્રદર્શન કર્યું હતું. આ મામલામાં પાંચ લોકોની રેપ અને મર્ડરના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ચર્ચા છે કે આ અનુભવ સિંહાએ આ ઘટનાને આધાર બનાવીને ફિલ્મ બનાવી છે. 


અનુભવ સિંહાની ‘આર્ટિકલ 15’ને એક ક્રાઈમ થ્રિલરની જેમ બનાવાઈ છે. ફિલ્મ તમને સામાજિક સ્થિતિ અંગે વિચારતા કરી દે છે. તેમાં ઈવાન મુલીગને શાનદાર સિનેમેટોગ્રાફી કરી છે.  ફિલ્મમાં આયુષ્માન સાથે મનોજ પાહવા, કુમુદ મિશ્રા અને મહોમ્મદ જીશાન અયુબે પણ વખાણવાલાયક પરફોર્મન્સ આપ્યું છે. ‘આર્ટિકલ 15’ એક મજબૂત ફિલ્મ છે જે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ થશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...