બોક્સઓફિસ પર કેસરીની ગર્જના, સાત દિવસમાં જ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી
દેશના માટે જીવ લુંટાવી દેનાર 21 જાંબાઝ જવાનોના જીવન પર બનેલી ફિલ્મ કેસરીએ જબરદસ્ત ઓપનિંગ મેળવી છે. આ ફિલ્મે સો કરોડ રૂપિયાની કમાણી કરવામાં રણવીર સિંહની ગલી બોય અને અજય દેવગનની ટોટલ ધમાલને પાછળ મૂકી દીધી છે. અક્ષયની આ ફિલ્મે સાત દિવસમાં જ સો કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે.
નવી દિલ્હી : દેશના માટે જીવ લુંટાવી દેનાર 21 જાંબાઝ જવાનોના જીવન પર બનેલી ફિલ્મ કેસરીએ જબરદસ્ત ઓપનિંગ મેળવી છે. આ ફિલ્મે સો કરોડ રૂપિયાની કમાણી કરવામાં રણવીર સિંહની ગલી બોય અને અજય દેવગનની ટોટલ ધમાલને પાછળ મૂકી દીધી છે. અક્ષયની આ ફિલ્મે સાત દિવસમાં જ સો કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મના આંકડા શેયર કર્યા છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે જ 21.06 કરોડ રૂપિયાની બમ્પર ઓપનિંગ મેળવી હતી. હવે માત્ર સાત દિવસમાં આ ફિલ્મે કુલ 100.01 કરોડ રૂપિયાની કમાણી કરીને 100 કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે.
[[{"fid":"208025","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આ છોકરીનો ડાન્સ ઉડાવી દેશે બધાના હોશ, VIDEO જોઈને તમે નહીં રહી શકો વખાણ કર્યા વગર
‘કેસરી’ની વાર્તા હકીકતમાં 1897માં થયેલી સારાગઢીની લડાઈની છે. આ લડાઈમાં માત્ર 21 શીખ સૈનિકોએ 10,000 અફઘાનોની સેનાનો બહાદૂરી પૂર્વક સામનો કર્યો હતો. આ લડાઈને માનવીય ઈતિહાસની સૌથી બહાદૂરીથી લડેલા યુદ્ધમાંથી એક માનવામાં આવે છે. આજે પણ માત્ર ભારત જ નહીં સંપૂર્ણ દુનિયામાં તેની ખૂબ ચર્ચા થાય છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપડાની એક્ટિંગ જબરદસ્ત છે. ગિરીશ કોહલી અને અનુરાગ સિંહે સારી રીતે આ ફિલ્મ લખી છે. ફિલ્મના મુખ્ય પાત્ર હવલદાર ઈશ્વર સિંહ (અક્ષય કુમાર)ને સારી રીતે દર્શાવાયો છે. અક્ષયે આ પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. ઇશ્વર સિંહની બહાદુરી અને દેશભક્તિ ફિલ્મને ચાર ચાંદ લગાવી દે છે. ફિલ્મમાં પરિણીતિ ચોપરાનું પાત્ર ટૂંકુ છે પરંતુ અસરદાર છે. અફઘાન યૌદ્ધાના પાત્રમાં રાકેશ ચતુર્વેદી ઓમ પણ દમદાર એક્ટિંગ કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.