નવી દિલ્હી: સલમાન ખાનની આ વર્ષે ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ભારત' બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. સલમાનની 'ભારત' ફિલ્મે પહેલા જ દિવસે પોતાની ગત ફિલ્મોના રેકોર્ડ તોડતા સૌથી વધુ ઓપનિંગ  કરનારી ફિલ્મોમાં ટોચ પર રહી. ફિલ્મે બીજા દિવસે પણ જબરદસ્ત કમાણી કરી. બે દિવસમાં કુલ કમાણી 73.30 કરોડ રૂપિયા કરી. અત્રે જણાવવાનું કે આ ફિલ્મને દેશમાં રિલિઝ કરી તે ઉપરાંત અન્ય 70 દેશોમાં 1300 સ્ક્રિન પર રિલીઝ કરાઈ છે. ફિલ્મને ડાઈરેક્ટર અલી અબ્બાસ ઝફરે દિગ્દર્શિત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે 'ભારત'ના કલેક્શનના આંકડા ટ્વિટ કરતા કહ્યું કે ફિલ્મે પહેલા દિવસે બુધવારે 42.30 કરોડની કમાણી કરી જ્યારે બીજા દિવસે ગુરુવારે 31 કરોડની કમાણી કરી છે. ફિલ્મે બે દિવસમાં કુલ 73.30 કરોડ રૂપિયાની કમાણી તો ફક્ત ભારતમાં જ કરી લીધી છે. આ ફિલ્મ બોલિવૂડની સેકન્ડ હાઈએસ્ટ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. આ અગાઉ પહેલો નંબર આમિર ખાનની 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નો છે. 


જુઓ LIVE TV



'ભારત'ને ક્રિટિક્સે રેટિંગ 3થી 5ની વચ્ચે આપેલા છે. એટલું જ નહીં 'ભારત'એ સલમાનની પોતાની ફિલ્મોના રેકોર્ડ પણ તોડ્યા છે. સલમાનની અત્યારસુધીમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' હતી. જેણે રિલીઝના પહેલા દિવસે 40.35 કરોડની કમાણી કરી હતી.