નવી દિલ્હી : બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશનની ફિલ્મ સુપર 30 રિલીઝની સાથે જ બોક્સઓફિસ પર છવાઈ ગઈ છે. આ ફિલ્મની શરૂઆત ધીમી થઈ હતી પણ બીજા દિવસથી એમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે સુપર 30એ પહેલા દિવસે 11.83 કરોડ રૂપિયા, બીજા દિવસે 18.19 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે કુલ 20.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, આ ફિલ્મે ત્રણ દિવસમાં કુલ 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવામાં સફળતા મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મ ગણિતશાસ્ત્રી આનંદ કુમારના જીવન પર આધારિત છે. તેમની પહેલી સુપર 30 બેચને IITમાં એડમિશન મેળવવામાં ઘણી મોટી સફળતા મળી હતી. આ ફિલ્મમાં તેમની પ્રેરણાદાયક જીવનકથા થોડી સર્જનાત્મકતા સાથે જોવા મળી છે. આ ફિલ્મમાં કુમારના જીવનની મુશ્કેલીઓ અને કોન્ટ્રોવર્સીને આવરી લેવાઈ છે. ફિલ્મમાં આનંદ કુમારના અંગત જીવનની નાની નાની વાતો વણી લેવામાં આવી છે. આ ફિલ્મ લગભગ 85 કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને તેની સ્ટોરી બહુ જ પ્રેરણાદાયક છે.


આ સિવાય અન્ય બ્લોકબસ્ટર કબીર સિંહની કમાણીની વાત કરીએ તો સમીક્ષક તરણ આદર્શે જણાવેલા આંકડા પ્રમાણે અત્યાર સુધી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કુલ 259.94 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મની કમાણીની ગતિ આ જ રહી તો એ એ બહુ જલ્દી 300 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી દેશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...