નવી દિલ્હી : શાહિદ કપૂરનો માથા ફરેલ આશિકનો અભિનય ફિલ્મશોખીનોને પસંદ આવ્યો છે. ગત શુક્રવારે રિલીઝ હિન્દી ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. માત્ર પાંચ દિવસમાં જ આ ફિલ્મે 100 કરોડ કરતાં વધુની કમાણી કરી છે અને એ પછીના દિવસે ફિલ્મની કમાણી સવા કરોડ સુધી પહોંચી ગઈ છે. આ ફિલ્મની પહેલા દિવસની કમાણી શાહિદ કપૂરની અત્યારની તમામ ફિલ્મોની ઓપનિંગ કમાણીમાં સૌથી વધુ છે. 


Exclusive! વિક્કી કૌશલ હવે પાકિસ્તાનને ચટાડશે ધૂળ, આ તસવીર છે પુરાવો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કબીર સિંહ સાઉથ સુરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. તેલુગૂમાં આ ફિલ્મ સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને આ હિન્દી ફિલ્મને પણ એમણે જ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી ઉપરાંત સોહમ મજૂમદાર, અર્જન બાજવા, સુરેશ ઓબેરોય, કામિની કૌશલ અને નિકિતા દત્તા મહત્વની ભૂમિકામાં છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...