નવી દિલ્હી : હાલમાં બોક્સઓફિસ પર શાહિદ કપૂર અને કિયારા અડવાણીની 'કબીર સિંહ'નો સિક્કો જામેલો છે. આ ફિલ્મે હવે નવો રેકોર્ડ બનાવી દીધો છે. આ ફિલ્મે બુધવારે જબરદસ્ત કમાણી કરીને 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક'ને પછાડીને 200 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી દીધો છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે કબીર સિંહ 2019માં થિયેટરમાં સૌથી વધારે ચાલેલી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે માત્ર 13 દિવસમાં જ 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. જો આ ફિલ્મની કમાણી આવી જ રહી તો આ ફિલ્મ બહુ જલ્દી 300 કરોડ રૂપિયાની કમાણી કરી લેશે. આ ફિલ્મ હવે બહુ જલ્દી નવા રેકોર્ડ બનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજી રિલીઝ નથી થઈ એક પણ ફિલ્મ અને આ એક્ટરને બનવું છે બચ્ચન પરિવારના જમાઈ !


રિપોર્ટ પ્રમાણે બીજા સપ્તાહે મંગળવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર 8.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જણાવાઈ રહ્યું છે કે, બીજા મંગળવારે ભારત-બાંગ્લાદેશની મેચ ન હોત તો આ આંકડો વધુ મોટો થઈ શક્યો હોત. ફિલ્મમાં શાહિદ કપૂર કબીર સિંહના પાત્રમાં છે, જે એક ડોક્ટર છે. પ્રેમમાં દિલ તૂટવાને કારણે તે દારૂ અને ડ્રગ્સની લતે ચડી જાય છે. ફિલ્મમાં લોકોને લવસ્ટોરી અને શાહિદનો અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. કિયારા શાહિદની ગર્લફ્રેન્ડ રોલમાં છે. આ ફિલ્મ તેલુગુની સુપરહિટ ‘અર્જુન રેડ્ડી’ની ઓફિશિયલ રીમેક છે.


કબીર સિંહ સાઉથ સુરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. તેલુગૂમાં આ ફિલ્મ સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને આ હિન્દી ફિલ્મને પણ એમણે જ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી ઉપરાંત સોહમ મજૂમદાર, અર્જન બાજવા, સુરેશ ઓબેરોય, કામિની કૌશલ અને નિકિતા દત્તા મહત્વની ભૂમિકામાં છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક..