Box Office પર `ઉરી`એ તોડ્યો બાહુબલીનો રેકોર્ડ, પાંચમા અઠવાડિયે પણ કમાણીનું જોશ HIGH
આ ફિલ્મ 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બની હતી
નવી દિલ્હી : 2019ની ટોચની ફિલ્મોમાં શામેલ થવા માટે 'ઉરી' રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી આ ફિલ્મ રિલીઝના પાંચમાં અઠવાડિયે પણ જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મે પાંચમા અઠવાડિયે શનિવારે 4.60 કરોડની કમાણી કરીને બાહુબલી 2ને પાછળ મુકી દીધી છે. બાહુબલી 2એ પાંચમા અઠવાડિયે 2.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'ઉરી'એ બાહુબલીનો રેકોર્ડ તોડીને પાંચમા અઠવાડિયે શનિવારે ડબલ કમાણી કરી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મના આંકડા શેયર કરીને માહિતી આપી છે કે ફિલ્મની કમાણીએ નવો ઇતિહાસ બનાવી લીધો છે.
ચેન્નાઇમાં થયા રજનીકાંતની દીકરી સૌંદર્યાના બીજા લગ્ન, જુઓ WEDDING PICS
18 સપ્ટેમ્બર, 2016ના દિવસે કાશ્મીરના ઉરી બેસ કેમ્પ પર આતંકવાદી હુમલામાં 19 જવાનો શહિદ થયા છે. આ પછી સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક જેવું પગલું ભરીને પોતાના જવાનોની શહીદીની બદલો લીધો છે. દેશની ઐતિહાસિક ઘટના પર બનેલી ફિલ્મ 'ઉરી'નું ટ્રેલર લોકોનું દિલ જીતી લીધું છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ સિવાય પરેશ રાવલ, યામી ગૌતમ અને મોહિત રૈના જોવા મળશે. આ ફિલ્મને આદિત્ય ધરે ડિરેક્ટ કરી છે અને રોની સ્ક્રુવાલાએ પ્રોડ્યુસ કરી છે.