મુંબઈ : કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી કલંકને મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઈડેની રજાનો ફાયદો મળી શકે તે આશયથી શુક્રવારને બદલે બુધવારે રીલીઝ કરવામાં આવી હતી. કરણ જોહરનું નામ જોડાયેલું હોવાથી ફિલ્મને સારુ એડવાન્સ બુકિંગ મળ્યું હતું. ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 21 કરોડ 60 લાખ કમાણી કરી હતી. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોમાંથી આ ફિલ્મને સૌથી વધારે ઓપનિંગ મળ્યું હતું. જોકે બીજા દિવસે બાજી પલટાઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મને દર્શકોના અને ક્રિટિક બંનેના ખરાબ રિવ્યુ મળ્યા હતા જેના પગલે બીજા દિવસે એની કમાણીમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આમ, આ ફિલ્મની બીજા દિવસની કમાણી 10થી 10.50 કરોડ રૂપિયાની આસપાસ જ છે. જોકે ગુડ ફ્રાઇડેના કારણે કલંકની કમાણીમાં ઉછાળો આવે છે. આમ, ઘણી બધી રજાઓ આવતી હોવાના કારણે કલંક પહેલા વિકેન્ડમાં બહુ સરળતાથી 90થી 100 કરોડ રૂપિયાની કમાણી કરી લેશે. આવતા અઠવાડિયે એવેન્જર્સ એન્ડગેમ થિયેટરમાં રિલીઝ થવાની છે જેના કારણે કલંકને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. 


ફિલ્મ 'કલંક'માં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને આદિત્ય રાય કપૂર જોવા મળ્યા છે. ડાયરેક્ટર અભિષેક વર્મનની આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કર્યું છે. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થઈ છે. ફિલ્મમાં પહેલા માધુરીની જગ્યાએ શ્રીદેવી જોવા મળવાના હતા પરંતુ ગત વર્ષે ફ્રેબ્રુઆરીમાં તેમના અચાનક નિધન બાદ આ ભૂમિકા ધક-ધક ગર્લને આપવામાં આવી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...