Brahmastra Leak: રિલીઝ પહેલા લીક થઈ `બ્રહ્માસ્ત્ર`ની કહાની, રણબીરને આ વ્યક્તિ કરશે મોટો દગો
Brahmastra Story Leak: રણબીર કપૂર લાંબા સમય બાદ ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે. જો કે તેની હાલમાં જ રિલીઝ થયેલી શમશેરા ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ. હવે બધો મદાર બ્રહ્માસ્ત્ર પર છે. આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર રિલીઝ થવાને આરે છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ઇન્તેજાર હવે લગભગ પૂરો થઈ જશે કારણ કે 9મી સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થવાની છે.
Brahmastra Story Leak: રણબીર કપૂર લાંબા સમય બાદ ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે. જો કે તેની હાલમાં જ રિલીઝ થયેલી શમશેરા ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ. હવે બધો મદાર બ્રહ્માસ્ત્ર પર છે. આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર રિલીઝ થવાને આરે છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ઇન્તેજાર હવે લગભગ પૂરો થઈ જશે કારણ કે 9મી સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થવાની છે. અયાન મુખરજીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, નાગાર્જૂન, દીપિકા પાદુકોણ જેવા કલાકારો પણ જોવા મળશે. ફિલ્મની વાર્તાને લઈને એવી અટકળો થઈ રહી છે કે અસલ વિલન મૌની રોય નથી.
મૌની રોય નથી અસલ વિલન?
સોશિયલ મીડિયા પર છેડાયેલી ચર્ચાઓ અને ખબરોનું માનીએ તો અસલ વિલન મૌની રોય નથી પરંતુ આલિયા ભટ્ટ હશે. લોકોનું માનવું છે કે આલિયા ભટ્ટ રણબીર કપૂરને પોતાની પ્રેમજાળમાં ફસાઈ લેશે અને શિવા દ્વારા બાકી તમામ અસ્ત્રો સુધી પહોંચી જશે. એવો પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ઈશા એટલે કે આલિયા ભટ્ટ પોતે પણ એક શસ્ત્ર છે.
ફિલ્મમાં દીપિકા પાદૂકોણ
ફિલ્મમાં દીપિકા પાદૂકોણ પણ જોવા મળશે. તેની ભૂમિકા અંગે જો કે હજુ કોઈ અપડેટ સામે આવ્યા નથી. સોશિયલ મીડિયા પર ચાલતા રિપોર્ટ્સ જોઈએ તો દીપિકા જળ અસ્ત્ર હશે. ફિલ્મમાં બિગ બી શિવાના ગુરુ હશે. તેમનું પાત્ર શિવાને તેની શક્તિઓની નજીક લઈ જશે. અમિતાભ બચ્ચનના અસલ પાત્રના પડદા પાછળની ષડયંત્રો અંગે પણ અટકળો થઈ રહી છે. જો કે આ બધુ કેટલું સાચું હશે તે તો ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ ખબર પડશે.
ફિલ્મના બોયકોટની માંગણી
હાલ બોલીવુડ ફિલ્મો એક ખતરનાક દૌરમાંથી પસાર થઈ રહી છે. હાલમાં જ રિલીઝ થયેલી એક થી એક ફિલ્મોએ ધોબીપછાડ ખાવી પડી છે. દર્શકોએ આ બોયકોટની રેસમાં અયાન મુખરજીની ફિલ્મ બ્રહ્માસ્ત્રને પણ લપેટી છે. આવામાં 9મી સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મથી બોલીવુડને ઘણી અપેક્ષાઓ છે. જોવાનું એ રહેશે કે આ ફિલ્મ બોલીવુડની ડુબતી નાવડી તારશે કે પછી બોક્સ ઓફિસ પર થોડો ગણો વકરો કરીને સમેટાઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube