કરિશ્માએ પડતો મૂક્યો ડિવોર્સી બોયફ્રેન્ડને, પાણી ફરી ગયું લગ્નના પ્લાન પર
કરિશ્મા અને સંદીપ છેલ્લા ઘણા સમયથી સાથે હતા
મુંબઈ : કરિશ્મા કપૂર અને દિલ્હીના બિઝનેસમેન સંદીપ તોશનીવાલ છેલ્લા કેટલાક વર્ષોથી રિલેશનશીપમાં હતા પણ હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું હોવાના સમાચાર છે. બંનેના પોતાના ડિવોર્સ બાદ જાહેરમાં સાથે દેખાવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહિ, પિતા રણધીર કપૂરની બર્થ ડે પાર્ટીમાં કરિશ્માએ સંદીપ તોશનીવાલને પોતાના ફેમિલી સાથે પણ ઈન્ટ્રોડ્યુસ કર્યો હતો. થોડા સમય પહેલાં આ વર્ષે બંને પરણી જાય તેવી ચર્ચા હતી. પરંતુ કરિશ્માના પિતા રણધીર કપૂરે આ વાતને નકારતા કહ્યું હતું, “આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. મને ઈચ્છા છે કે કરિશ્મા ફરી પરણે પણ તેને લગ્ન કરવામાં કોઈ રસ નથી. અમે આ અંગે વાત કરી છે અને તેણે મને સ્પષ્ટ કહ્યું છે કે તે ફરી ફેમિલી સ્ટાર્ટ કરવા નથી માંગતી. તે પોતાના બે બાળકો સમૈરા અને કિઆનને સારી રીતે ઉછેરવા માંગે છે.”
સિલસિલા બદલતે રિશ્તોં કા ના કલાકારો બન્યા અમદાવાદના મહેમાન
જોકે મુંબઈ મિરરના રિપોર્ટ્સ અનુસાર કરિશ્મા ફરી લગ્ન કરવા નથી માંગતી. તે પોતાના બાળકોને ઉછેરવા પર ફોકસ કરવા માંગે છે. સંજય કપૂર સાથે તલાક પછી તે ઘણા આઘાતમાં છે. આથી આ કારણે તોશનીવાલ અને કરિશ્મા છૂટા પડી ગયા છે. કરિશ્મા કપૂર અને સંજય કપૂરના 2016માં ડિવોર્સ થઈ ગયા છે. આ ડિવોર્સ પછી કરિશ્માના એક્સ પતિ સંજયે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. હવે ખબર પડી છે કે સંજય અને પ્રિયા બહુ જલ્દી માતા-પિતા બનવાના છે. એન્ટરટેઇનમેન્ટ પોર્ટલની માહિતી પ્રમાણે પ્રિયા પ્રેગનન્ટ છે અને બહુ જલ્દી ડિસેમ્બર મહિનામાં માતા બનવાની છે.
દીપિકા અને રણવીર લગ્ન પછી બની જશે 'આટલા' કરોડના માલિક !
હાલમાં પ્રિયા બેબી બંપ સાથે જોવા મળી રહી છે અને તેની અનેક તસવીર વાઇરલ બની રહી છે. પ્રિયા અને સંજયનું આ પહેલું બાળક હશે. આ પહેલાં સંજય બે વાર પિતા બની ગયો છે. સંજય અને કરિશ્માને સમાઇરા નામની દીકરાઅને કિયાન નામનોદીકરો છે. પ્રિયા પણ પહેલાં લગ્નથી સફીના નામની દીકરીની માતા છે. પ્રિયા એક પોપ્યુલર મોડલ રહી ચૂકી છે અને સંજય દિલ્હીમાં સેટલ્ડ બિઝનેસમેન છે. પ્રિયા ભૂતકાળમાં અમિતાભ બચ્ચન સાથે એક એડમાં જોવા મળી હતી અને પછી તનીષા તેમજ ઉદય ચોપડા સાથે 'નીલ એન્ડ નિક્કી'માં પણ દેખાઈ હતી.