નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ અને સાઉથની સુપરસ્ટાર શ્રુતિ હાસનના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. શ્રુતિએ પોતાના ઇટાલિયન બોયફ્રેન્ડ માઇકલ કાર્લોસ સાથે બ્રેકઅપ કરી લીધું છે. આ બંનેએ સોશિયલ મીડિયાના ચાહકો સાથે આ સમાચાર શેયર પણ કર્યા છે. બ્રેકઅપ પછી પણ શ્રુતિના બોયફ્રેન્ડ માઇકલે તેના  બહુ વખાણ કર્યા છે. શ્રુતિના બોયફ્રેન્ડે ટ્વિટર પર લખ્યું છે કે ભગવાનને કદાચ સાથ પસંદ નહીં હોય અને એટલે આપણે અલગ થવું પડી રહ્યું છે. જોકે આ યંગ લેડી હંમેશા મારી સારી મિત્ર રહેશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...