વિક્કી કૌશલનું ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ કારણ કે...
ઉરી સ્ટાર વિક્કી કૌશલ વિશે મોટા સમાચાર આવ્યા છે
મુંબઈ : ઉરી ફિલ્મના સ્ટાર વિકી કૌશલ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે વિક્કી કૌશલ અને તેની કથિત ગર્લફ્રેન્ડ હરલીન સેઠીનું બ્રેકઅપ થઈ ગયું છે. આ વાતને ટેકો આપતા પુરાવા પણ સોશિયલ મીડિયા મારફતે મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિક્કી અને હરલીન સાથે હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. હવે તેમના જ સોશિયલ મીડિયા એકાઉન્ટથી મોટી વાતનો ખુલાસો થયો છે.
સલમાને ગાયું ગીત, છલકાય છે મોહબ્બતનું દર્દ...સાંભળો...
હાલમાં હરલીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી વિક્કી કૌશલને અનફોલો કરી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી હરલીન જે રીતની પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરત હતી એ જોઈને લાગતું હતું કે તેમની વચ્ચે કોઈ સમસ્યા છે. એક ચેટ શોમાં વિક્કીએ માહિતી આપી હતી કે તે કોઈને ડેટ કરી રહ્યો છે પણ આ મિસ્ટ્રી ગર્લ વિશે કોઈને ખબર નહોતી. આખરે ખબર પડી હતી કે વિક્કી એક્ટ્રેસ હરલીન સેઠીને ડેટ કરી રહ્યો છે. હરલીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિક્કી સાથેની એક ક્યુટ તસવીર શેયર કરી હતી. હરલીન એક એક્ટ્રેસ છે અને થોડા દિવસ પહેલાં જ તેની વેબસિરીઝ 'બ્રોકન' રિલીઝ થઈ હતી. આ વેબ સિરીઝ માટે હરલીનને બેસ્ટ ફિમેલ ડેબ્યુનો અવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ તસવીરમાં હરલીન અને વિક્કીએ બ્લેક ટી-શર્ટ પહેર્યું છે અને એના પર ક્યુટ કેપ્શન લખ્યા હતા.
હરલીન અને વિક્કી એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. હકીકતમાં વિક્કી એ પાર્ટીમાં બીજી ફ્રેન્ડને મળવા આવ્યો હતો અને એની હરલીન સાથે મિત્રતા થઈ ગઈ હતી. હરલીન અને વિક્કી છેલ્લા કેટલાક મહિનાઓથી એકબીજા સાથે ડેટ કરી રહ્યા હતા પણ હવે આ સંબંધોનો અંત આવી ગયો છે.