નવી દિલ્હી: ફિલ્મ ઓક્ટોબરમાં વરૂણ ધવન સાથે લીડ રોલમાં જોવા મળેલી બ્રિટિશ એક્ટ્રેસ બનીતા સંધૂ કોરોના પોઝિટિવ આવી છે. તે કોલકાતામાં ફિલ્મ કવિતા એન્ડ ટેરેસાની શૂટિંગ કરી રહી છે. સોમવારે તેણે તેનો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. બનીતાએ કોલકાતાના સરકારી હોસ્પિટલમાં તેની સારવાર કરાવવાથી ઇનકાર કર્યો હતો ત્યારબાદ તેણે શહેરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- PHOTO: 'કબીર સિંહ'ની હિરોઈનનું ન્યૂડ ફોટોશૂટ, પતંગ પાછળ બોડી છૂપાવીને આપ્યો આ ખાસ મેસેજ


સરકારી હોસ્પિટલ કેમ લઈ જવી પડી?
બનીતા 20 ડિસેમ્બરે કોલકાતા પહોંચી હતી અને તેમણે તે ફ્લાઇટમાં મુસાફરી કરી હતી જેમાં મ્યૂટેન્ટ કોરોના વાયરસથી સંક્રમિત યૂથે ટ્રાવેલ કર્યું હતું. જ્યારે તે સોમવારે બપોરે નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત થઈ, ત્યારે તે નવા પ્રકારનાં કોરોના સ્ટ્રેનથી પીડિત તો નથીને તેની તપાસ કરવા તુરંત પગલા લેવામાં આવ્યા હતા. આ માટે જલદીથી તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.


આ પણ વાંચો:- અરબાઝ અને સોહેલ ખાન સામે FIR, તાજમાં ક્વોરેન્ટાઈનનું કહી પહોંચી ગયા ઘરે


સરકારી હોસ્પિટલમાં સારવાર કેમ નકારી?
23 વર્ષીય બનીતાએ એમ કહીને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનો ઇનકાર કરી દીધો કે, આ હોસ્પિટલમાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિસિંગ છે. એમ કહીને તેણે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાંથી બહાર આવવાની ના પાડી. પીટીઆઈના એક અહેવાલ મુજબ, હોસ્પિટલના વહીવટીતંત્રે કહ્યું, "અમારે રાજ્ય સચિવાલય અને આરોગ્ય વિભાગને જાણ કરવી પડી હતી કે તે એમ્બ્યુલન્સમાંથી બહાર આવવાનો ઇનકાર કરી રહી છે. તે રવાના થવા માંગે છે.


આ પણ વાંચો:- Amitabh Bachchanની જાહેરાત, આ ફિલ્મના હીરો હશે Sonu Sood


બ્રિટિશ હાઈ કમિશનને આ વિશે જાણ કરવામાં આવી હતી કારણ કે આ રીતે તેને જવા દેવામાં આવે નહીં. તે પ્રોટોકોલની વિરુદ્ધ હતું. આટલું જ નહીં પોલીસને પણ આ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પછી પોલીસ આવી અને તેઓએ એમ્બ્યુલન્સને ઘેરી લીધી જેથી તે ત્યાંથી બહાર ન નીકળી શકે. મળતી માહિતી મુજબ સિનિયર ડોકટરે બનીતાને સલાહ આપી હતી ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube