Raksha Bandhan: ભાઈ-બહેનનો પ્રેમ કેવો હોય એ જોવા, તમારે જોવી પડશે આ ફિલ્મો
Raksha Bandhan Special: ભાઈ-બહેનનો સંબંધ એવો હોય છે જેમાં મસ્તી પણ હોય અને એકબીજાને રિસાવવા-મનાવવાનું પણ હોય. આ સાથે લાગણીના સંબંધ પણ હોય છે. ભાઈ-બહેનના સંબંધને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. ભાઈ-બહેનના ખાટા-મીઠા સંબંધો પર ઘણી ફિલ્મો બની છે જેને રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેન સાથે જોઈ શકે છે.
Raksha Bandhan Special: ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમો પર્વ એટલે રક્ષાબંધન. જેમાં બહેન ભાઈની કલાઈ પર રક્ષાની પોટલી બાંધે છે. જ્યારે ભાઈ પોતાની બહેનની રક્ષાની પ્રતિજ્ઞા લે છે. આમ ભાઈ બહેનના સંબંધો એ ખુબ જ પવિત્ર સંબંધો માનવામાં આવે છે. રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ફિલ્મી રક્ષાબંધન અંગે પણ કેટલાંક કિસ્સાઓ જાણવા જેવા છે. એવી કેટલી ફિલ્મોની અહીં વાત કરવામાં આવી છે જેમાં ભાઈ-બહેનના સંબંધોને બખુબી રૂપેરી પડદા પર દર્શાવાયા છે. ભાઈ-બહેનનો સંબંધ એવો હોય છે જેમાં મસ્તી પણ હોય અને એકબીજાને રિસાવવા-મનાવવાનું પણ હોય. આ સાથે લાગણીના સંબંધ પણ હોય છે. ભાઈ-બહેનના સંબંધને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. ભાઈ-બહેનના ખાટા-મીઠા સંબંધો પર ઘણી ફિલ્મો બની છે જેને રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેન સાથે જોઈ શકે છે.
1. જાને તૂ યા જાને ના-
આ ફિલ્મમાં ભાઈ-બહેનના સંબંધને ખૂબસુરતીથી દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં જેનેલિયાનું પાત્ર અને તેના ભાઈ પ્રતિક બબ્બરનું પાત્ર એકબીજાથી બિલ્કુલ વિરુદ્ધ સ્વભાવનું હતું પરંતુ બંને એકબીજાને સરળતાથી સમજી લેતા હતા.
2. દિલ ધડકને દો-
દિલ ધડકને દો ફેમિલી ફિલ્મ છે, જેમાં રણવીરસિંહ અને પ્રિયંકા ચોપડાએ ભાઈ-બહેનનું પાત્ર ભજવ્યુ હતું. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે સારા અને ખરાબ સમયમાં ભાઈ-બહેન કાયમ એકબીજાની સાથે રહ્યા છે.
3. કાઈપો છે-
'કાઈપો છે' બોલિવુડના દિવંગત અભિનેતા સુશાંતસિંહર રાજપૂતની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ આમ તો મિત્રતા પર હતી પરંતુ તેમાં ભાઈ-બહેનના સંબંધને પણ સરસ રીતે દર્શાવવામાં આવ્યો છે. અમૃતા પુરીએ સુશાંતની બહેનનું પાત્ર ભજવ્યુ હતું અને તેના પાત્રની પ્રશંસા થઈ હતી.
4. નો વન કિલ્ડ જેસિકા-
'નો વન કિલ્ડ જેસિકા' રાની મુખર્જીની કારકિર્દીની બેસ્ટ ફિલ્મોમાંથી એક છે. એક રાજનેતા બાર ટેન્ડર ગર્લની હત્યા કરી દે છે, અને તે યુવતી વિદ્યા બાલનની બહેન હતી. બહેનના હત્યારાને પકડવા અને તેને ન્યાય અપાવવા વિદ્યા બાલન સિસ્ટમ સામે લડે છે અને તેનો સાથ આપે છે રાની મુખર્જી.. આ ફિલ્મમાં વિદ્યા બાલનના પાત્રએ તેની બહેનને ન્યાય અપાવવા જે સમર્પણ દર્શાવ્યું છે તે વાત દર્શકોની આંખ ભીની કરી દે છે.
5. ક્વીન-
આ ફિલ્મમાં કંગના રનૌતના ભાઈને પ્રોટેક્ટિવ ભાઈ તરીકે દર્શાવવામાં આવે છે. આ ફિલ્મ રક્ષાબંધનના દિવસે સિબલિંગ્સ સાથે જોવા માટેનો બેસ્ટ ઓપ્શન છે.
6. ઈકબાલ-
આ ફિલ્મમાં શ્ર્વેતા પ્રસાદે શ્રેયસ તલપડેની બહેનનું પાત્ર ભજવ્યુ હતું. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક બહેન તેના ભાઈના સપના પૂરા કરવા માટે સતત પ્રયત્ન કરતી રહે છે.