નવી દિલ્લીઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ એટલે ફિલ્મ જગતનો સૌથી મોટો મહોત્સવ ગણાય છે. જેમાં હોલીવુડ સહિત દુનિયાભરના ફિલ્મ જગત સાથે જોડાયેલાં લોકોને મેળાવડો જામતો હોય છે. ખાસ કરીને ભારતીય સિનેજગત એટલેકે, બોલીવુડની હસ્તીઓને પણ તેમાં ખુબ જ માનપાનથી બોલાવીને મહેમાનગતિ કરવામાં આવતી હોય છે. ત્યારે જાણીએ આ વખતે બોલીવુડની કઈ હસ્તીઓએ કાન્સમાં પાથર્યા છે કામણ...કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કાન્સમાં ભારતનાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. સેલિબ્રિટીના લિસ્ટમાં ભારતભરના મોટા મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર્સનો પણ સમાવેશ.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


દીપિકા પાદુકોણ-
દીપિકા પાદુકોણની પસંદગી કાન્સમાં માત્ર હાજરી આપવા પૂરતી જ નહીં, પરંતુ જ્યુરી ટીમનાં સભ્ય તરીકે થઈ છે. પહેલીવાર એક્ટ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મુખ્ય જ્યુરી સાથે બેસશે. દીપિકા પાદુકોણ કાન્સમાં ભાગ લેવા માટે અમેરિકા આવી રહી હતી ત્યારે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી.


આર માધવન-
આ વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવની વિશેષતામાં આર. માધવનની ફિલ્મ 'રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ'નું વર્લ્ડ પ્રીમિયર હશે, જે ભારતીય અવકાશના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નામ્બી નારાયણનના જીવન પર આધારિત ડ્રામા ફિલ્મ છે. સંશોધન સંસ્થા કે જેના પર જાસૂસીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. માધવન દ્વારા નિર્મિત આ ફિલ્મ 19 મેના રોજ રિલીઝ થશે.


પૂજા હેગડે-
પૂજા, જે છેલ્લે ફિલ્મ 'બીસ્ટ'માં જોવા મળી હતી, તે કાન્સ 2022ના રેડ કાર્પેટ પર, સ્ટાર-સ્ટડેડ ભારતીય પ્રતિનિધિમંડળના ભાગ રૂપે હાજરી આપશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, પૂજાએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે અને બોલિવૂડમાં પણ પોતાની શ્રેષ્ઠ અદાકારા તરીકે સ્થાપિત કરી છે. પૂજા હેગડે આગામી સમયમાં 'કભી ઈદ કભી દિવાળી' ફિલ્મમાં સલમાન ખાન સાથે જોવા મળશે.


ઐશ્વર્યા રાય બચ્ચન-
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે રેડ કાર્પેટ પર ઐશ્વર્યારાય બચ્ચન પણ હાજરી આપશે. એક્ટ્રેસ તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકેલી ઐશ્વર્યા રાયે સૌ પ્રથમ 2002માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.


ઉર્વશી રૌતેલા-
ઉર્વશી રૌતેલા તેની બહુભાષી ફિલ્મ 'ધ લિજેન્ડ'ના લોન્ચિંગ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભવ્ય પદાર્પણ કરવા માટે તૈયાર છે. ઉર્વશી સરવણ સાથેની ફિલ્મથી તમિલ ફિલ્મમાં ડેબ્યૂ કરશે.


નવાઝુદ્દીન સિદ્દીકી-
નવાઝુદ્દીન સિદ્દીકીએ કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર લગભગ આઠ વખત વોક કરી ચૂક્યા છે અને આ વર્ષે નવમી વખત હશે, જે આપણા માટે ગર્વ છે.


માનસી બગલા-
પ્રોડક્શન હાઉસ મિની ફિલ્મ્સની નિર્માતા માનસી બાગલાને તેની આગામી ફિલ્મો વિશે વાત કરવા માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં અધિકૃત રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે. માનસીએ તાજેતરમાં વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ લેખક રસ્કિન બોન્ડ સાથે તેના સહયોગની જાહેરાત કરી જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે.


નયનથારા-
દક્ષિણ અભિનેત્રી નયનથારા કાન્સમાં ડેબ્યૂ કરશે. થોડા દિવસો પહેલા, માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને રેડ કાર્પેટ પર વોક કરશે.


હિના ખાન-
એક્ટ્રેસે 2019માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ડેબ્યૂ કર્યુ હતું અને ભારતીય સેલિબ્રિટી તરીકે સૌથી વધુ ચર્ચિત બની હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હિનાની ઈન્ડો અંગ્રેજી ફિલ્મ 'કંટ્રી ઓફ બ્લાઈન્ડ'નું પોસ્ટર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લોન્ચ કરાશે.


હેલી શાહ-
ટીવી એક્ટ્રેસ હેલી શાહ 'કાયા પલટ'ના પોસ્ટરનું અનાવરણ કરવા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપશે. એક્ટ્રેસ આગામી સમયમાં ફિલ્મના લેખક, નિર્માતા અને અભિનેતા રાહત કાઝમી અને અભિનેતા તારિક ખાન સાથે જોવા મળશે. જે ચોક્કસપણે એક ગર્વની વાત હશે.


અદિતિ રાવ હૈદરી-
અદિતિ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022થી પોતાના કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. વર્ષ 2006માં અદિતિની સાથે મલયાલમ ફિલ્મ 'પ્રજાપતિ'માં અભિનયની શરૂઆત કરનાર અભિનેતાએ કહ્યું કે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલવા માટે ઉત્સાહિત અને રોમાંચિત હતી.


ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સાથે આયોજિત આગામી માર્ચે ડુ ફિલ્મમાં ભારતને સત્તાવાર 'કન્ટ્રી ઑફ ઓનર' તરીકે નામ આપવામાં આવ્યું છે. આ શીર્ષક હેઠળ પાંચ નવા સ્ટાર્ટ-અપ્સને ઓડિયો-વિઝ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવાની તક આપવામાં આવશે. 10 જેટલા પ્રોફેશનલ્સ એનિમેશન ડેમાં ભાગ લેશે.


ઓલિમ્પિયા સ્ક્રીન નામનો સિનેમા હોલ 22 મે, 2022 ના રોજ 'અનરિલીઝ્ડ મૂવીઝ'ના સ્ક્રીનિંગ માટે ભારતને સમર્પિત કરવામાં આવ્યો. આ શ્રેણી હેઠળ પાંચ ફિલ્મો પસંદ કરવામાં આવી છે. તેમજ, સત્યજિત રે ક્લાસિકનું પુનઃમાસ્ટર્ડ ક્લાસિક - 'પ્રતિદ્વાંડી' કાન્સ ક્લાસિક વિભાગમાં દર્શાવવામાં આવશે. આ તેમની શતાબ્દીની ઉજવણી નિમિત્તે છે.