ઇન્ડસ્ટ્રીમાં થયા 50 વર્ષ : અમિતાભ બચ્ચનને પહેલી ફિલ્મ માટે મળી હતી આટલી ફી !
હિન્દી ફિલ્મના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ આજે ફિલ્મી દુનિયામાં પોતાના 50 વર્ષ પુરા કર્યા છે
નવી દિલ્હી : સદીના મહાનાયક અને હિન્દી સિનેમાના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ આજે પોતાની ફિલ્મી દુનિયાની કરિયરના 50 વર્ષ પુરા કર્યા છે. બોલિવૂડમાં અડધી સદીથી અમિતાભનો દબદબો છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે તેમને પોતાની પહેલી ફિલ્મ માટે બહુ ઓછા પૈસા મળ્યા હતા.
આજના દિવસે એટલે કે 7 નવેમ્બર, 1969ના દિવસે અમિતાભની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની રિલીઝ થઈ હતી અને પછી તેમણે પાછું વાળીને જોયું નથી. 1969થી શરૂ થયેલી અમિતાભની કરિયર આજે પણ પુરપાટ દોડી રહી છે. અમિતાભ એ સમયે સ્ટ્રગલ કરી રહ્યા હતા અને તેમણે ફિલ્મ સાઇન કરતા પહેલાં પૈસા સામે નહોતું જોયું. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને ફી પેટે માત્ર 5 હજાર રૂપિયા મળ્યા હતા.
ફિલ્મ સાત હિન્દુસ્તાની ખ્વાજા અહમદ અબ્બાસે લખી હતી પણ સાથે સાથે નિર્માતા અને ડિરેક્ટર પણ અબ્બાસ પણ હતા. આ ફિલ્મમાં ઉત્પલ દત્ત અને એ.કે. હંગલ સાથે અમિતાભે મહત્વનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મે બોક્સઓફિસ પર ખાસ કમાણી નહોતી કરી પણ એને ઇતિહાસ હંમેશા યાદ રાખશે કારણ કે આ ફિલ્મે બોલિવૂડને મહાનાયક આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube