મુંબઈ : બોલિવૂડમાં 17 વર્ષની મયુરી કાંગોએ 'ઘર સે નીકલતે હી...' ગીતથી ભારે લોકપ્રિયતા મેળવી હતી. ખૂબસુરત મયુરીએ એ સમયે લાખો યુવાનોના દિલમાં જગ્યા મેળવી લીધી હતી. આ ગીત જેનું હતું એ ફિલ્મ 'પાપા કહેતે હૈં' તો ખાસ સફળ નહોતી થઈ પણ મયુરીએ બધાના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ હિટ ગીત પછી મયુરીએ થોડીઘણી ફ્લોપ ફિલ્મોમાં કામ કર્યું હતું અને પછી જાણે ગાયબ થઈ ગઈ હતી. હવે મયુરી વિશે એક ખાસ માહિતી મળી છે જે જાણીને બધાને સુખદ આંચકો લાગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ અપડેટ પ્રમાણે મયુરીને Google Indiaની ઇન્ડસ્ટ્રી-એજન્સી પાર્ટનરશીપની હેડ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. મયુરી ગુડગાંવની Publicis Groupe કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર હતી. હવે તે ગૂગલ ઈન્ડિયામાં કામ કરશે. કોર્પોરેટ જગતમાં આ મોટી સિદ્ધિ છે અને લાખો લોકો આ કામ કરવા માટે તલપાપડ હોય છે. ટીનેજ હિરોઇનથી આ પદ સુધી પહોંચવાની મયુરીની કરિયર પણ રસપ્રદ છે. 


મયુરી કાંગોનો જન્મ ઔરંગાબાદમાં 15 ઓગસ્ટ, 1982માં થયો હતો. મયુરીનાં પિતા ડો. ભાલચંદ્ર કમ્યુનિસ્ટ નેતા હતા પણ તેની માતા સુજાતા કાંગો થિયેટર આર્ટીસ્ટ હતી. મયુરીએ ઔરંગાબાદમાં સેન્ટ ફ્રાંસિસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. એકવાર મયુરી માતા સાથે મુંબઈ આવી હતી. ત્યારે ડિરેક્ટર સઈદ અખ્તર મિર્ઝા તેને મળ્યાં હતાં. ડિરેક્ટરને તરત જ ફિલ્મ 'નસીમ'(1995) ઓફર કરી હતી. આ સમયે મયુરીની ઉંમર માત્ર 17 વર્ષ હતી. જોકે, ચર્ચાઓ બાદ મયુરીએ આ ફિલ્મ સ્વીકારી હતી. આ ફિલ્મ બાબરી મસ્જિદ પર આધારિત હતી.


આ ફિલ્મ પછી મહેશ ભટ્ટે તેને 1996માં 'પાપા કહેતે હૈં' ફિલ્મમાં જુગલ હંસરાજ સાથે લીધી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઈ નહોતી. મયુરીએ 'બેતાબી'(1997), 'હોગી પ્યાર કી જીત'(1999), 'બાદલ'(2000) જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું પણ સદંતર નિષ્ફળ ગઈ હતી. તેણે કેટલીક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું અને અંતે 2003માં એનઆરઆઇ આદિત્ય ઢિલ્લોન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી મયુરીએ સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કની Baruch College - Zicklin School of Businessમાંથી માર્કેટિંગ એન્ડ ફાયનાન્સમાં એમબીએ કર્યું હતું અને દીકરા કિયાનના જન્મ પછી 2013માં પતિ સાથે ભારત ફરી હતી અને કોર્પોરેટ ફિલ્ડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...