નવા CBI ચીફ સુબોધ જયસવાલના પરાક્રમ પર બની રહી છે વેબસિરિઝ, તેલગી કૌભાંડ ખુલ્લું પાડવામાં મુખ્ય હતા
- સ્કેમ-૯૨ બનાવનાર હંસલ મહેતાએ તેલગી કૌભાંડ પરથી વેબસિરિઝ (web series) બનાવવાની જાહેરાત કરી છે
- કૌભાંડ પકડનારી ટીમના મુખ્ય અધિકારી સુબોધચંદ્ર જયસવાલ (subodh kumar jaiswal) હતા. ત્યારે જયસવાલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હતા
ઝી મીડિયા/બ્યૂરો :વર્ષ 2001 માં સમગ્ર ભારતને એક કૌભાંડે હચમચાવી દીધું હતું. એ કૌભાંડ હતું નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ, જેનો સુત્રધાર હતો અબ્દુલ કરીમ તેલગી (abdul
karim telgi). મૂળ કર્ણાટકનો વતની કોમર્સનો વિદ્યાર્થી હતો. બેંગ્લુરુ અને મુંબઈમાં નોકરી કર્યા બાદ થોડોક સમય તે સાઉદી અરેબિયામાં રહ્યો હતો.
1990 આસપાસ સાઉદીથી પરત આવ્યા બાદ તેણે મુંબઈમાં નકલી સ્ટેમ્પનો બિઝનેસ શરૂ કરી દીધો અને નકલી સ્ટેમ્પના દેશવ્યાપી વિતરણનું બહુ મોટું નેટવર્ક સ્થાપિત કરી દીધું. ઉલ્લેખનીય છે કે, સરકારી રેવન્યુ સ્ટેમ્પ કેટલાંક દસ્તાવેજોમાં અનિવાર્ય મનાય છે. તેલગીએ આવી નકલી સ્ટેમ્પ વડે કેટલાંય લોકોને પાસપોર્ટ, વિઝા અપાવીને પરદેશ પણ મોકલી દીધા હતા.
વલસાડની એક આંબાવાડીમાંથી ગાયબ થઈ રહી હતી કેરીઓ, તપાસ કરી તો આંખો પર વિશ્વાસ ન થયો
એ કૌભાંડ પકડનારી ટીમના મુખ્ય અધિકારી સુબોધ જયસવાલ (subodh kumar jaiswal) હતા. ત્યારે જયસવાલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હતા. તેમણે મહારાષ્ટ્રમાં ફેલાયેલા તેલગીના નેટવર્ક અને આખી સિન્ડિકેટની ઓળખ કરીને દરેકની ધરપકડ કરી હતી. જયસવાલની તપાસમાં જાણવા મળ્યું કે આ કૌભાંડ અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું છે. આથી તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. તેમ છતાં જયસવાલને તેમાં સામેલ રાખવામાં આવ્યા હતા. કારણ કે તેઓ તેલગીની મોડસ ઓપરેન્ડીથી પૂરેપૂરા વાકેફ હતા.
આ પણ વાંચો : રિસાયેલી પત્નીએ એવુ કારસ્તાન કર્યું કે પતિ ક્યાંય મોઢું બતાવવાને લાયક ન રહ્યો
હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ વિશે બેહદ લોકપ્રિય નીવડેલી વેબસિરિઝ ‘સ્કેમ- 1992’ બનાવનાર હંસલ મહેતાએ હાલમાં જ અબ્દુલ કરિમ તેલગીના સ્ટેમ્પ પેપર કૌભાંડ વિશે વેબસિરિઝ (web series) બનાવવાની જાહેરાત કરી છે, જેમાં હવે સીબીઆઈ ચીફ બનેલા સુબોધચંદ્ર જયસવાલના કારનામા પણ જોવા મળશે.