નવી દિલ્હી : રામ કપૂર અને સાક્ષી તંવરના ફેમસ શોથી ખાસ ઓળખ મેળવનાર એક્ટ્રેસ ચાહત ખન્ના (Chahatt Khanna) લાંબા સમયથી પડદાથી દૂર છે. તે હવે સંજય દત્ત અભિનીત 'પ્રસ્થાનમ'થી કમબેક કરી રહી છે. જોકે કમબેક પહેલા ચાહતે ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવાના મોટા રહસ્ય પરથી પડદો ઉચક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સહયોગી વેબસાઇટ DNAના સમાચાર પ્રમાણે ચાહત ખન્ના (Chahatt Khanna)એ કાસ્ટિંગ કાઉચના કારણે પોતાની કરિયર છોડી છે. એક ઇન્ટરવ્યૂમાં ચાહતે જણાવ્યું છે કે ''હું એવી અનેક અભિનેત્રીઓને ઓળખું છું જેમણે આવા અનુભવ દરમિયાન ચુપ રહેવાનું પસંદ કર્યું હતું. એવા અનેક કલાકાર છે જેમના નામ સામે આવવા જોઈતા હતા પણ એવું થયું નથી. જો કોઈને વિરોધ વ્યક્ત કરવો જ હોય તો #MeTooની કોઈ જરૂર નથી.'' 


ચાહતની આગામી ફિલ્મ 'પ્રસ્થાનમ'નું ડિરેક્શન દેવ કટ્ટાએ કર્યું છે. ફિલ્મમાં ચાહત ખન્ના સાથે સંજય દત્ત, મનીષા કોઈરાલા, જેકી શ્રોફ, ચંકી પાંડે, અલી ફઝલ અને અમાયરા દસ્તુરે કામ કર્યું છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બર, 2019ના દિવસે રિલીઝ થવાની છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...