નવી દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી એલી અવરામ તાજેતરના દિવસોમાં તેના નવા સોંગને લઈને ખુબ ચર્ચાનો વિષય બની છે. ઈન્ટરનેટ પર તાજેતરમાં રિલીઝ થયેલું સોંગ ‘છમ્મા છમ્મા’ ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જો કે અભિનેત્રી ઉર્મિલા માતોન્ડકરનું આ સુપરહિટ સોંગ ‘છમ્મા છમ્મા’ને રીક્રિએટ કરવામાં આવ્યું છે. વર્ષ 1998માં આવેલી ફિલ્મ ‘ચાઈના ગેટ’નું આ સોંગ છે. આ ગીત એટલું લોકપ્રિય બન્યું છે કે યુવાનો એની પર ડાન્સ કરીને વીડિયો અપલોડ કરી રહ્યા છે. આવો જ એક વીડિયો વાઇરલ બન્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે  કરો ક્લિક...