નવી દિલ્હીઃ Chandigarh University MMS Leak: ચંદીગઢ યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થિનીઓનો કથિત એમએમએસ લીકનો મામલો દેશભરમાં ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે MMS લીક બાદ 8 યુવતીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં એકની હાલત ગંભીર છે. પરંતુ યુનિવર્સિટી પ્રશાસને આપઘાત પ્રયાસની ઘટનાનો ઇનકાર કર્યો છે. આ વચ્ચે બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા લોકોને વીડિયો શેર ન કરવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનૂ સૂદે લોકોને કરી અપીલ
ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓના MMS લીક મામલામાં સોનૂ સૂદે લખ્યુ- ચંદીગઢ યુનિવર્સિટીમાં જે પણ થયું તે ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે, હવે સમય આવી ગયો છે કે આપણે આપણી બહેનોની સાથે ઉભુ રહેવું જોઈએ અને એક જવાબદાર સમાજની મિસાલ આપવી જોઈએ. આ સમય આપણા બધા માટે પરીક્ષાનો સમય છે ન કે પીડિતો માટે. જવાબદાર બનો. 


ચંદીગઢ યુનિવર્સિટીમાં MMS કાંડ પર બબાલ, કોણ હતી વીડિયો બનાવનારી યુવતી, જાણો મોટી વાત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube