Chandrika Dixit Earnings: વડાપાવ ગર્લ નામથી પ્રખ્યાત થયેલી ચંદ્રિકા દીક્ષિત હવે બિગ બોસ આટીટી 3 માં સ્પર્ધક બનીને આવી છે. બિગ બોસમાં એન્ટ્રીની સાથે જ તેણે જે વાત કેમેરા સામે કહી છે જે ચર્ચાનો વિષય બની છે. ચંદ્રિકા દીક્ષિતે કહ્યું હતું કે તેણે વડાપાવ વેંચીને લાખો રુપિયાની કમાણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની ફિલ્મ


બિગ બોસ ઓટીટી 3 માં ચંદ્રિકાની એન્ટ્રી થતા લોકોને નારાજગી પણ છે. તેવામાં તેની આવક વિશે જાણી લોકો પણ દંગ રહી ગયા છે. ચંદ્રિકા દીક્ષિતે શોમાં જણાવ્યું છે કે દિલ્હીના રોડ પર વડાપાવ વેંચીને તે દિવસના 40,000 હજાર રૂપિયા કમાય છે. એટલે કે તે મહિનાના લાખો રૂપિયા વડાપાવ વેંચી કમાય છે. 


આ શોમાં તેને જ્યારે કહેવામાં આવ્યું કે તે અટેંશન સીકર છે અને લોકોના અટેંશન માટે ડ્રામાા કરે છે તો તેણે  આ વાતનો પણ જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, જો તેને લોકોના અટેંશન માટે ડ્રામા કરવા હોત તો તે 2 વર્ષ પહેલા કરી લીધા હોત જ્યારે તેણે બિઝનેસ શરુ કર્યો હતો. તેમ છતા લોકોને લાગતું હોય કે આ પ્લાનિંગ હતું તો પણ તેને વાંધો નથી કેમકે તે ફક્ત આગળ વધવા માંગે છે. 


આ પણ વાંચો: Mirzapur 3 Trailer: મિર્ઝાપુર 3 નું ટ્રેલર રિલીઝ, જાણો કેટલા છે એપિસોડ અને રિલીઝ ડેટ


જો કે બિગ બોસ ઓટીટી 3 માં ચંદ્રિકા દીક્ષિત જ નહીં ઈન્ફ્લુએંસર અરમાન મલિક તેની બંને પત્નીઓ સાથે છે. આ સિવાય અભિનેત્રી સના મકબૂલ, સના સુલ્તાના, એક્ટર સાઈ કેતન રાવ, લવ કટારિયા, નીરજ ગોયલ, પોલોમી દાસ, શિવાની કુમારી, દીપક ચૌરસિયા, મનીષા ખાતવાની અને વિશાલ પાંડે પણ છે.