મુંબઈ: સોશિયલ મીડિયા પણ કમાલની વસ્તુ છે. કઈ વસ્તુ કે ચીજ ક્યારે વાઈરલ થઈ જાય છે તે ખબર પડતી નથી. લોકોના વર્ષો જૂના રહસ્યોનો અચાનક જ ઘટસ્ફોટ થઈ જતો હોય છે. આવું જ કઈંક એક વર્ષો જૂની તસવીર અંગે જોવા મળ્યું. આમિર ખાન, શાહરૂખ ખાન અને ગુલશન ગ્રોવરની એક વર્ષો જૂની તસવીર અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. તસવીરમાં આમિર ખાન છોકરીના કપડાંમાં જોવા મળી રહ્યો છે. આમિર ખાનના અંદાજને જોતા જ શાહરૂખ ખાન અને ગુલશન ગ્રોવર તેના દીવાના થઈ ગયા અને તેને કિસ કરવા લાગ્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમને એમ થતું હોય કે આમિર ખાને આ ગેટઅપ કેમ ધારણ કર્યો હશે. તો કહી દઈએ કે આમિર ખાને એક ફિલ્મ માટે આ ગેટઅપ કર્યો હતો. બાઝી ફિલ્મ માટે તેણે એક ગીતમાં યુવતીના કપડાં પહેર્યા હતાં. આ ફિલ્મ વર્ષ 1995માં આવી હતી. જેને આશુતોષ ગોવારિકરે ડિરેક્ટ કરી હતી. 90ના દાયકામાં જ્યારે સ્ટાર્સે મીડિયા અને ફોટોગ્રાફરોથી બચવા માટે  ખુબ જદ્દોજહેમત કરવી પડતી હતી.



તસવીર જોઈને એવું લાગી રહ્યું છે કે આમિરની ફિલ્મ બાઝીનું શુટિંગ ચાલતુ હશે ત્યારે શાહરૂખ ખાન પણ પોતાની કોઈ ફિલ્મના શુટિંગમાં ત્યાં હશે અને બંનેએ મળીને ખુબ મસ્તી કરી હશે. આ તસવીર આમિર અને શાહરૂખની અતૂટ મિત્રતાનો પુરાવો છે. હાલ આમિર ખાન પોતાની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ની રિલીઝની તૈયારીમાં છે. જ્યારે શાહરૂખ ખાન ફિલ્મ 'ઝીરો'માં વ્યસ્ત છે.