મુંબઈ : અનેક હિટ ટિવી સીરિયલમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ છવિ મિત્તલ બીજી વખત માતા બની ગઈ છે. 35 વર્ષની છવિએ વર્ષ 2005માં ટીવી ડાયરેક્ટર મોહિત હુસૈન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં છવિએ એક દીકરી અરીજાને જન્મ આપ્યો હતો અને હવે તેણે દીકરાને જન્મ આપ્યો છે. છવિ 12મેના દિવસે માતા બને એની શક્યતા હતી પણ ડિલિવરી ન થતા તે ચિંતામાં મુકાઈ ગઈ હતી અને તેણે આ વિશે પોસ્ટ પણ કરી હતી. જોકે લેટેસ્ટ સમાચાર પ્રમાણે તેણે 13મેના દિવસે દીકરા અરહામ હુસૈનને જન્મ આપ્યો છે અને હાલમાં તે હોસ્પિટલમાં છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...