નવી દિલ્હીઃ National Film Awards 2021:  આજે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સૂચના તથા પ્રચારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છીછોરેને બેસ્ટ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. તો અભિનેત્રી કંગના રનૌતને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. મનોજ બાજપેયીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું લિસ્ટ


બેસ્ટ ફિચર ફિલ્મઃ Marakkar Arabikkadalinte Simham (Malyalam)

બેસ્ટ અભિનેત્રીઃ મણિકર્ણિકા અને પંગા માટે કંગના રનૌત

બેસ્ટ હિન્દી ફ્લ્મઃ છિછોરે 

બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- કેસરી- તેરી મિટ્ટી- B Praak

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ) પલ્લવી જોશી

બેસ્ટ અભિનેતાઃ મનોજ બાજપેયી


બેસ્ટ હિન્દી ફિલ્મઃ છીછોરે


બેસ્ટ ફિલ્મ ક્રિટિકઃ સોહિની ચટોપાધ્યાય


બેસ્ટ બુક ઇન સિનેમા- 'The Man who Watches Cinema'  (અશોક રહાડે)


મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટઃ સિક્કિમ


67th National Film Awards: બેસ્ટ ઇન્વેસ્ટિગેશન ફિલ્મઃ  'Jakkal (Marathi)'


67th National Film Awards: બેસ્ટ ઇનિમેશન ફિલ્મઃ રાધા


67th National Film Awards: બેસ્ટ હરિયાવણી ફિલ્મ- છોરી છોરો સે કમ નહીં


67th National Film Awards: બેસ્ટ પંજાબી ફિલ્મ રબ દા રેડિયો 2


67th National Film Awards: બેસ્ટ મરાઠી ફિલ્મ- 'BARDO'


તમને જણાવી દઈએ કે આજે 2019માં બનેલી ફિલ્મો માટે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પાછલા વર્ષે 3 મે 2020ના થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ માટે ઓનલાઇન એન્ટ્રી થઈ હતી. એન્ટ્રીની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2020 હતી. એક જાન્યુઆરી 2019થી લઈને 31 ડિસેમ્બર 2019 સુધી જે ફિલ્મ Central Board of Film Certification થી સર્ટિફાઇડ છે તેની એન્ટ્રી આમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube