નવી દિલ્હી: માથા પર મુકટ અને ગળામાં ફૂલોની માળા પહેરેલી જોવા મળતી આ પ્યારી બાળકી તેના રિલેશનશિપના કારણે હંમેશા ચર્ચામાં રહી છે. હાલમાં બોલીવુડ અને ટીવી સ્ટારની જૂની તસવીરો શેર કરવાનું ચલણ ઘણું વધી રહ્યું છે. ટીવીથી લઇને બોલીવુડ અને બોલીવુડથી લઇને ભોજપુરી સ્ટારની જૂની અને બાળપણની તસવીરો જોવાની ફેન્સ ઘણી પસંદ કરે છે. દરરોજ કોઈને કોઈ સ્ટાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતા જોવા મળે છે. આજે આ લિસ્ટમાં સામેલ છે બોલીવુડ અને ટીવીની ટોપ એક્ટ્રેસનો ચહેરો. મોટા પરદા પર ભલે આ ચહેરો એટલો ચમક્યો ના હોય પરંતુ નાના પરદા પર આ ચેહરો દર્શકોની જાન બની ગયો છે.


સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસની બાળપણની તસવીર વાયરલ થઈ રહી છે. ત્યારે આવો આપડે એક ગેમ રમીએ. આ ગેમમાં તમારે બે હિંટ્સ દ્વારા આ એક્ટ્રેસનું નામ ઓળખવાનું રહશે. જો તમે તેને અત્યારે જ ઓળખી ગયા છો તો સારી વાત છે. પરંતુ જો નહીં તો અમે તમને બે હિંટ્સ આપશું જે બાદ આ એક્ટ્રેસનું નામ તરત જાણી જશો. હિંટ- આ એક્ટ્રેસ હાલમાં તેના પતિ સાથે સ્માર્ટ જોડીમાં જોવા મળી  રહી છે. તો બીજી તરફ ટૂંક સમયમાં આ એક્ટ્રેસનો ઓલ્ટ બાલાજી પર એક શો પણ આવવાનો છે. જેને પ્રમોટ કરવા તે કંગના રનૌતના શોમાં પહોંચી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube