7 વર્ષ જૂની તસવીરમાં સુહાના, અનન્યા અને શનાયાને તમે ઓળખી નહિ શકો એની ગેરેન્ટી
બોલિવુડ (Bollywood)ના બાદશાહ શાહરૂખ ખાન (Shahrukh Khan)અને ગૌરી ખાન (Gauri Khan)ની દીકરી સુહાના ખાન (Suhana khan)ની કોઈ પણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે. ત્યારે હવે મહીપ કપૂર દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. હકીકતમાં, આ તસવીરમાં સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયા કપૂર (Shanaya Kapoor), સુહાના ખાન મમ્મી ગૌરી સાથે અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે (Ananya Pandey) નજર આવી રહી છે. કહેવામાં આવે છે કે, આ તસવીર 7 વર્ષ જૂની છે. જે 2012માં શાહરૂખની ફિલ્મ જબ તક હૈ જાન દરમિયાન ક્લિક કરવામાં આવી હતી.
નવી દિલ્હી :બોલિવુડ (Bollywood)ના બાદશાહ શાહરૂખ ખાન (Shahrukh Khan)અને ગૌરી ખાન (Gauri Khan)ની દીકરી સુહાના ખાન (Suhana khan)ની કોઈ પણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે. ત્યારે હવે મહીપ કપૂર દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. હકીકતમાં, આ તસવીરમાં સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયા કપૂર (Shanaya Kapoor), સુહાના ખાન મમ્મી ગૌરી સાથે અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે (Ananya Pandey) નજર આવી રહી છે. કહેવામાં આવે છે કે, આ તસવીર 7 વર્ષ જૂની છે. જે 2012માં શાહરૂખની ફિલ્મ જબ તક હૈ જાન દરમિયાન ક્લિક કરવામાં આવી હતી.
ડુંગળીની સાથે શાકભાજીના ભાવોમાં પણ ભડાકો, ભારે વરસાદે સ્વાદ બગાડ્યો
ત્રણેયની બાળપણની તસવીર
અનન્યા પાંડે, શનાયા કપૂર અને સુહના બાળપણની મિત્ર છે અને આજે આ ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ્સ છે. ઉલ્લેખનીય છે કે, અનન્યા પાંડે હાલ પોતાની આગામી ફિલ્મ પતિ પત્ની ઔર વોના શુટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે લખનઉમાં શુટિંગ શિડ્યુલ પૂરુ કર્યું છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળશે. અનન્યાની આ બીજી ફિલ્મ છે. તેણે આ વર્ષે કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુહાના પણ જલ્દી જ બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે. શાહરૂખ ખાનને જ્યારે દીકરીની બોલિવુડ એન્ટ્રી વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે, સુહાના થિયેટરમાં રસ ધરાવે છે અને કોલેજમાં નાટક કરી રહી છે. નામાં સારી બાબત એ છે કે મને તેને અભિનય શીખવાડવાની જરૂર ન પડી. તે બાળપણથી જ ઉમદા કલાકાર હતી. તેથી તે સારી એક્ટ્રેસ પણ બની શકે છે. કેમ કે, તેનામાં મારા કરતા પાંચ ગણી વધુ હિંમત કરવાનો જુસ્સો છે.