Choona Trailer: જીમી શેરગીલની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'ચુના'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ વેબ સિરીઝના ટ્રેલરમાં શરૂઆતથી અંત સુધી માત્ર એક જ વ્યક્તિ છે, શુક્લા એટલે કે તમારો પ્રિય જીમી શેરગિલ. આ ફિલ્મની સ્ટોરી 600 કરોડની લૂંટની આસપાસ ફરે છે. આ વેબ સિરીઝમાં જીમી શેરગીલ બોલ્ડ અંદાજમાં જબરદસ્ત ડાયલોગ બોલતો જોવા મળી રહ્યો છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમેડીનો તડકો 
આ વેબ સિરીઝમાં જ્યોતિષી, મખુબીર, ગુંડા, પોલીસ ઓફિસર, કોન્ટ્રાક્ટર તેમના દુશ્મન શુક્લા પાસેથી 600 કરોડ રૂપિયા લૂંટવા માંગે છે. પરંતુ શુક્લા પણ આ પૈસા બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં શુક્લાના પૈસા ચોરવામાં અન્ય લોકો સફળ થાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.



3જી ઓગસ્ટના રોજ રિલીઝ થશે
ચુના વેબ સિરીઝ નેટફ્લિક્સ પર 3 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. જીમી શેરગિલ ઉપરાંત અતુલ શ્રીવાસ્તવ, વિક્રમ કોચર, ચંદન રોય, જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી, મોનિકા પંવર, નમિત દાસ અને અન્ય કલાકારો છે. તેનું નિર્દેશન પુષ્પેન્દ્ર મિશ્રાએ કર્યું છે. 'ચુના' વેબ સિરીઝનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.


જીમી શેરગીલે શું કહ્યું?
આ વેબ સિરીઝ વિશે વાત કરતાં જિમી શેરગીલે કહ્યું કે નેટફ્લિક્સ સાથે આ મારી પહેલી આઉટિંગ છે.. તમને જણાવી દઈએ કે, આ પહેલા જીમી શેરગિલ યોર ઓનરમાં જોવા મળ્યો હતો જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, જિમ્મી શેરગિલ 'આઝમ', 'ઓપરેશન મેફેર્ટ', 'સાહિબ બીબી ઔર ગેંગસ્ટર', 'દિલ હૈ તુમ્હારા', હાસિલ', 'તનુ વેડ્સ મનુ' સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે.


આ પણ વાંચો:
ગુજરાતમાં 27 તારીખથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારોને મેઘરાજા બરાબર ઘમરોળશે 
Tomato Price: 140 રૂપિયાના 2 કિલો ટમેટા લેવા છે ? તો Paytm કરો...
કરોડપતિ નબીરાની બહેનપણીઓ ગળાનો ગાળિયો બની : જોડે હતા એ ખાસમખાસ સજા અપાવશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube