નવી દિલ્હી : યુનિવર્સ બોસ તરીકે ખ્યાતિ પ્રાપ્ત ક્રિસ ગેલ પોતાની તોફાની બેટીંગ માટે વિખ્યાત છે. જોકે હાલમાં તે પોતાની મસ્તીને લઇને ભારતીય મીડિયામાં છવાયેલો રહે છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલ આઇપીએલમાં ક્રિકેટ શોખીનોને તોફાની બેટીંગથી મનોરંજન કરાવનાર ક્રિસ ગેલ હાલમાં પોતાના ફેનને ક્રિકેટના મેદાનની બહાર મનોરંજન કરાવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇપીએલ બાદ યોજાયેલા એક સ્પોર્ટ્સ એવોર્ડ ફંકશનમાં પાઘડી પહેરી પંજાબી લૂક અપનાવતાં સૌ કોઇ દંગ રહી ગયા હતા. એટલું જ નહીં ક્રિસ ગેલે પંજાબી ડાન્સ કરી સૌને ચોંકાવ્યા હતા. આ સંજોગોમાં ક્રિસ ગેલ વધુ એકવાર ચર્ચામાં છે. ક્રિસ ગેલે બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચનના પેંગડામાં પગ નાંખ્યો છે. એવોર્ડ ફંકશનમાં ક્રિસ ગેલે પંજાબી લૂકમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ હમના સુપરહીટ સોન્ગ જુમ્મા ચુમ્મા દે દે તર્જ પર ડાન્સ કરતાં સૌ કોઇ ઝુમી ઉઠ્યા હતા.



આ સાથે આ ફંકશનનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ક્રિસ ગેલ, શિખર ધવન અને રોહિત શર્મા સાથે ભાંગડા કરી રહ્યો છે.



તમને જણાવીએ કે આઇપીએલ 2018ની હરાજીમાં વેસ્ટઇન્ડિઝના ક્રિસ ગેલને પહેલા દિવસે કોઇએ ખરીદ્યો ન હતો. જ્યારે બીજા દિવસે પણ ક્રિસની બોલી લાગી ન હતી. છેવટે કિંગ્સ ઇલેવન પંજાબે સ્પેશિય રિકવેસ્ટ કરી પોતાની ટીમમાં લીધો હતો. આઇપીએલની આ સિઝનમાં ક્રિસ ગેલે 40.88 રનની સરેરાશથી 146.03 સ્ટ્રાઇક રેટથી 368 રન બનાવ્યા હતા. આઇપીએલની આ સિઝનમાં ક્રિસ ગેલે એક સદી અને 3 અર્ધ સદી ફટકારી હતી.