ઝી બ્યુરો/નવી દિલ્હી: બોલિવુડમાં આજથી નહીં પરંતું વર્ષોથી ફિલ્મી સિતારાઓને લગ્ન પ્રસંગ કે પાર્ટીમાં હાજરી આપવા માટે લાખો-કરોડો રૂપિયા આપવામાં આવતા. કોઈના સારા પ્રસંગમાં હાજરી આપી કલાકારો ત્યા પર્ફોમન્સ આપતા અને પ્રસંગમાં ચાર ચાંદ લગાવી દેતા. તમે ક્યારેક સાંભળ્યું કે કોઈ કલાકારને કોઈની અંતિમવિધિ કે બેસણામાં હાજરી આપવા માટે લાખો રૂપિયાની ઓફર કરાઈ હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેસણામાં હાજર રહેવા માટે રૂપિયાની કરાઈ ઓફર
આ વાત સાંભળવામાં નવાઈ પમાડે તેવી છે, પરંતું હકિકત છે, બોલિવુડ એકટર ચંકી પાંડેને આવી ઓફર મળી ચૂકી છે. બેસણામાં હાજર રહેવા માટે ચંકી પાંડેને સારી એવી રકમ ઓફર કરાઈ હતી. આ વાતનો ચંકી પાડેએ જ ખુલાસો કર્યો છે. ચંકી પાંડેએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વર્ષ 2009માં  મુલુંદની બિઝનેસમેન ફેમિલીએ તેને આવી ઓફર કરી હતી.


આ કારણથી પરિવારે કરી હતી ચંકી
બેસણામાં આવેલા અન્ય મહેમાનોમાં પ્રભાવ પડે કે ફિલ્મી કલાકાર બેસણામાં આવ્યો હતો જેથી તેને ઓફર કરાઈ હતી તેવું ચંકી પાંડેએ જણાવ્યુ હતું. ખરેખરમાં તે લોકો સાબિત કરવા માગતા હતા કે તેમના ઘરના સભ્યએ ફિલ્મોમાં રોકાણ કર્યુ હતું અને તેના કારણે તેઓ અન્ય ઉધાર ચૂકવી શક્યા નહીં.


ચંકી પાંડેએ ઓફરને લાત મારી દીધી
ચંકી પાંડેએ આ વાતને વિસ્તારથી જણાવી હતી... તે પરિવાર ઈચ્છતો હતો કે તે બેસણામાં હાજરી આપું,  થોડુ ઘણું રડવાનું નાટક કરું અને ત્યારબાદ ત્યા ખૂણામાં ઉભો રહું.. મે આ ઓફરને તરત જ લાત મારી દીધી... પરંતું પરિવારની હાલત જોઈને ત્યાં પોતાની જગ્યાએ બીજાને મોકલી દીધા..


શોકસભામાં હાજર રહેવાના 5 લાખ રૂપિયા
ચંકી પાંડેએ તેની જગ્યાએ કોને મોકલ્યા હતા તેનો ખુલાસો કર્યો નહોંતો.. કોઈ શોકસભામાં થોડીવાર માટે હાજરી આપવા માટે 5 લાખ રૂપિયા મળે તે ઓછા ન કહેવાય.. ચંકી પાંડે સાથે જોડાયેલો કિસ્સો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. લોકો આ વાત જાણીને નવાઈ તો પામે છે પણ સાથે સાથે લોકોએ કિસ્સાની મજા પણ લીધી. ચંકી પાંડે કેટલો સહજ અભિનેતા છે તે આ કિસ્સા પરથી જાણી શકાય છે. ક્યારેક પોતાના પર બનતા જોક્સ કે મજાકને ચંકી પાંડેએ ગંભીરતાથી લીધા નથી.