સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ ઝડપી, પટના સિટી SP વિનય તિવારી આપ્યું આ મોટું સ્ટેટમેન્ટ
પટનાના સિટી એસપી વિનય તિવારીએ જણાવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ મામલે ટીમ તપાસ કરી રહી છે અને આઇડી જાતે તેનું મોનિટરિંગ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, જો જરૂરત પડશે તો મહિલા પોલીસ અધિકારીને મુંબઇ મોકલવામાં આવશે. તમને જણાવી દઇએ કે, સુશાંતના પરિવારજનોએ પટનાના રાજીવ નગર સ્ટેશનમાં મંગળવારના બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે.
નવી દિલ્હી: પટનાના સિટી એસપી વિનય તિવારીએ જણાવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ મામલે ટીમ તપાસ કરી રહી છે અને આઇડી જાતે તેનું મોનિટરિંગ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, જો જરૂરત પડશે તો મહિલા પોલીસ અધિકારીને મુંબઇ મોકલવામાં આવશે. તમને જણાવી દઇએ કે, સુશાંતના પરિવારજનોએ પટનાના રાજીવ નગર સ્ટેશનમાં મંગળવારના બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે.
આ પણ વાંચો:- Sushant Suicide Case: બિહાર પોલીસને તેના ઘરે ના મળી Rhea Chakraborty
મળતી માહિતી મુજબ સુશાંત સિંહના પિતા કેકે સિંહના નિવેદન પર કેસ નોંધવામાં આવ્યો છે. પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે, રિયા ચક્રવર્તી અને તેના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે, રિયા ચક્રવર્તી અને તેના પરિવારજનોએ સુશાંત સિંહ સાથે છેતરપિંડી કરી છે. તેના પૈસા પડાવી લીધા હતા અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં પરિવારથી સુશાંતને સંપૂર્ણ રીતે દૂર કર્યો હતો. ત્યારે આ મામલે, તપાસ કરી રહેલી બિહાર પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી છે.
આ પણ વાંચો:- સુશાંત સુસાઇડ કેસ: CBI પાસે કેસ પહોંચતા ખુલ્યો માર્ગ, અત્યાર સુધી આવી રહી હતી આ અડચણ
સમાચારોનું માનીએ તો આજે બિહાર પોલીસ મુંબઇમાં તેમની તપાસની સીમા વધારવા જઇ રહી છે. બિહાર પોલીસ આજે તે બેંકમાં પણ જશે, જ્યાં સુશાંત સિંહનું એકાઉન્ટ હતું. જેના થકી તમામ ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. કેમ કે, તેનાથી પરિવારનો તે દાવો સાબિત થશે, જેમાં તે પોતાના અંગત ફાયદા માટે અભિનેત્રી રિયા ચક્રવર્તી પર સુશાંત સિંહના પૈસા ઉડાડવાની વાત કરી રહ્યા છે. આ સાથે બિહાર પોલીસ સુશાંત સિંહની મુંબઈમાં રહેતી બહેનનું પણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube