Raju Srivastava News: જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક બાદ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં તેમના સ્વાસ્થ્ય પર સીનીયર ડોક્ટર્સ દ્વારા નિગરાણી રાખવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ તેઓ દિલ્હીમાં જ હતા અને સવારે જીમમાં એક્સસાઈઝ કરી રહ્યા હતા અને અચાનક ત્યારે જ હાર્ટ એટેક આવ્યો. જે સમયે એટેક આવ્યો ત્યારે ટ્રેડ મિલ પર દોડતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ટ્રેડ મિલ પર દોડતા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો અને ત્યારબાદ તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા. જીમમાં અફરાતફરી મચી ગઈ. ત્યાં હાજર લોકો તેમને એમ્સમાં લઈ ગયા. અહીં તેમને ઈમરજન્સીમાં એડમિટ કરાયા. તાબડતોબ સારવાર ચાલુ થઈ. તેઓ બેભાન થઈ ગયા હતા આથી તેમને બેવાર CPR આપીને રિવાઈવ કરવામાં આવ્યા. હાલ તેમની સ્થિતિ નાજુક છે જેના પર એમ્સના ડોક્ટર નીતિશ ન્યાયની ટીમ તેમની નિગરાણી કરી રહ્યા છે. તેમને આઈસીયુમાં જ રાખવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube