નવી દિલ્હીઃ ટીવીના જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ આ સમયે કાર્ડિયક અરેસ્ટને કારણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યમાં વધુ સુધાર થતો જોવા મળી રહ્યો નથી. હાલ તેને આઈસીયૂ વોર્ડમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે, ડોક્ટરો સતત કોમોડિયનના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે. પરંતુ પાછલા દિવસોમાં આવેલા સમાચાર પ્રમાણે તેની તબીયતમાં થોડો સુધાર જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએનઆઈએની માહિતી પ્રમાણે કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની તબીયતમાં કોઈ સુધાર જોવા મળ્યો નથી. તે હજુ વેન્ટિલેટર પર છે. કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની અફવાઓ ઉડી રહી છે. જેને લઈને તેમના બિઝનેસ મેનેજરે સત્તાવાર સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. મેનેજરે ફેન્સને કહ્યું હતું કે, કોમેડિયનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે. 


Har Ghar Tiranga: ફિલ્મ પર વિવાદ વચ્ચે તિરંગાની સાથે જોવા મળ્યા આમિર ખાન... લોકોએ કહ્યું કે....


પીએમ મોદીએ આપ્યું હતું મદદનું આશ્વાસન
નોંધનીય છે કે રાજૂ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે દિલ્હીમાં જિમમાં વર્કઆઉટ કરવા દરમિયાન એટેક આવ્યો હતો. ત્યારબાદ કોમેડિયનને તત્કાલ દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્યની જાણકારી મળ્યા બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના પરિવાર સાથે વાત કરી મદદનું આશ્વાસન આપ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube