Raju Srivastava Health Update: લોકપ્રિય કોમેડિયન અને ફિલ્મ અભિનેતા રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને ખુબ મોટા અપડેટ સામે આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવના પરિવારે દાવો કર્યો છે કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરિવારે જણાવ્યું કે તેમને હોશ આવી ગયા છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેઓ દિલ્હીના એમ્સમાં સારવાર હેઠળ છે. પરિવારે દાવો કર્યો કે હાર્ટ એટેક આવ્યા બાદ આજે પહેલીવાર રાજુએ આંખો ખોલી છે. બીજી બાજુ ડોક્ટર્સનું કહેવું છે કે હજુ તેમનું ફક્ત 1થી 2 ટકા મગજ જ કામ કરી રહ્યું છે. 


15 દિવસ બાદ ભાન આવ્યું
મળતી માહિતી મુજબ રાજુ શ્રીવાસ્તવના અંગત સચિવ ગરવિત નારંગે જણાવ્યું કે આજે 15 દિવસ બાદ તેમને હોશ આવ્યા છે. દિલ્હીના એમ્સમાં ડોક્ટરો દ્વારા તેમની નિગરાણી થઈ રહી છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવને વર્કઆઉટ દરમિયાન છાતીમાં દુખાવો અને થયો અને તેઓ ફસડાઈ પડ્યા હતા ત્યારબાદ 10 ઓગસ્ટે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube