નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને અટકાવવા માટે દેશમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું ત્યારે મંગળવારે મુંબઈના બાંદરા સ્ટેશન પર ઉમટેલી મજૂરોની ભીડ વિવાદનો મુદ્દો બની છે. આ મજૂરોને હટાવવા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે. કોરોનાની આશંકા વચ્ચે આટલી વધારે ભીડ ચિંતાનો વિષય બની છે.  આ તસવીરો જોઈને કંગનાની બહેન રંગોલી ચંદેલે (Rangoli Chandel) વિવાદિત નિવેદન આપ્યું છે. 


બાંદરા રેલવે સ્ટેશન પર આટલા બધા લોકોને એકસાથે જોઈને રંગોલીને બહુ ગુસ્સો આવી ગયો હતો અને તેણે પીએમ મોદી (PM Modi)ને એક અપીલ કરી દીધી હતી. તેણે ટ્વીટ કરીને પીએમ મોદીને અપીલ કરી છે કે જે લોકો પોતે મરવા ઇચ્છે છે તેમને રોકવાની કોઈ જરૂર નથી પણ આ હાલતમાં તેમને બીજા રાજ્ય સુધી વાયરસ ન લઈ જવા દેવા જોઈએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube