વિવેક ઓબેરોયનું વિવાદીત મીમ, ઐશ્વર્યાએ એવું તે શું કહ્યું કે અભિષેકે વિચાર બદલ્યો
આ સમયે ઐશ્વર્યાએ બરોબર સમજદારીથી કામ લીધું હતું અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો
મુંબઈ : સોમવારે વિવેકે પોતાના ટ્વિટર હેંડલ પર એક મીમ શેર કર્યું હતું, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે નજરે પડી રહ્યા છે. આ પોસ્ટ પર ઐશ્વર્યા રાયને ટાર્ગેટ કરતાં પોલ્સના પરિણામોની મજાક બનાવવામાં આવી હતી. આ પોસ્ટ બાદ વિવેક ઓબેરોયને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. એટલું જ નહી વિવેકે પોસ્ટ કર્યાની થોડીવાર પછી મહારાષ્ટ્ર મહિલા આયોગે એક્ટરના નામે નોટીસ જાહેર કરી હતી.
ડેક્કન ક્રોનિકલના સમાચાર પ્રમાણે વિવેકનું આ ટ્વીટ જોઈને અભિષેક બચ્ચન બહુ ગુસ્સે થઈ ગયો હતો. તે જડબાતોડ જવાબ આપવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. જોકે તેને જ્યારે ખબર પડી કે વિવેકે ટ્વીટ ડિલીટ કરી દીધું છે ત્યારે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. હકીકતમાં આ વિવાદ પછી ઐશ્વર્યાએ અભિષેકના ગુસ્સાને શાંત કર્યો હતો અને સમજાવ્યું હતું કે આ બધું વિવેક ફિલ્મની પબ્લિસિટી માટે કરી રહ્યો છે એટલે આ વિવાદથી દુર રહેવું જોઈએ.
નોંધનીય છે કે તો બીજી તરફ આટલા વિવાદ બાદ મંગળવારે વિવેકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી તે ટ્વિટને ડિલીટ કરતાં માફી માંગી છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે ક્યારેક-ક્યારેક જે પહેલી નજરમાં મજાકિયા પ્રતિત હોય છે, તે બીજા માટે આવું ન હોઇ શકે. હું ગત 10 વર્ષોથી 2000થી વધુ વંચિત છોકરીઓને સશક્ત બનાવવાના પ્રયાસ કરી રહ્યો છું. હું ક્યારેય કોઇ મહિલા પ્રત્યે અપમાનજનક વિચારી ન શકું.