નવી દિલ્હી : દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ગુરુવારે 65માં નેશનલ ફિલ્મ એવોર્ડ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. આ દરમિયાન બોલિવૂડની તે તમામ હસ્તીઓને યાદ કરાઈ હતી જે હવે આ દુનિયામાં નથી. શ્રીદેવીને તેમના મરણોપરાંત રાષ્ટ્રીય પુરષ્કાર આપવામાં આવ્યો. આ એવોર્ડને લેવા માટે તેમના પતિ બોની કપૂર બંને દીકરીઓ સાથે સ્ટેજ પર પહોંચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકમાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનો એકબીજા પર જબરદસ્ત શાબ્દિક હુમલો


65માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહની સાથે આ વર્ષે વિવાદ જોડાયો છે. આ વર્ષે 131 વિજેતાઓમાંથી 65 વિજેતાઓના વિરોધ વ્યક્ત કરતા આ સમારોહમાં ભાગ જ લીધો નહીં. રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ નહીં મળવાને લીધે આ વિજેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. બુધવારે વિજ્ઞાન ભવનમાં રિહર્સલ દરમિયાન એવોર્ડ સ્વીકારનારા વિજેતાઓને જ્યારે ખ્યાલ આવ્યો કે કેટલાક સિલેક્ટેડ લોકોને જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમ્માનિત કરશે તો આ વાત અન્ય કેટલાક વિજેતાઓને પસંદ ના પડી. 


નારાજ વિજેતાઓએ જણાવ્યું કે 64 વર્ષથી આ પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા અપાય છે, છેલ્લી ઘડીએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ નહીં મળવાની જાણ કરવી તે અપમાનજનક છે. કેટલાક વિજેતાઓ્ને આ વાત ગમી નહીં કે રાષ્ટ્રપતિના હાથે ફક્ત 11 સિલેક્ટેડ લોકોનું સન્માન કરાયું. જેથી નારાજ થઈને 65 જેટલા એવોર્ડ વિજેતાઓએ બોયકોટ કર્યું અને કાર્યક્રમમાં સામેલ થયા નહોતા.