નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતાર અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત થયો છે. અક્ષય કુમારે ટ્વિટર પર એક પોસ્ટ કરી પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી છે. તેના ચાહકો જલદી સાજા થવાની દુવા કરવા લાગ્યા છે. અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત થવાને કારણે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભાગ લઈ શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષય કુમારે ટ્વીટ કરી કહ્યુ- ઈન્ડિયન પેવેલિયન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં હું આપણા સિનેમાને આગળ વધારવાને લઈને ખુબ ઉત્સુક હતો, પરંતુ હવે તે કરી શકશી નહીં, કારણ કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું આરામ કરીશ. અઢળક શુભકામનાઓ તમને અને તમારી ટીમને અનુરાગ ઠાકુર. હું ખુદને ત્યાં મિસ કરીશ.


સુપરસ્ટાર રોકી ભાઈની ફિલ્મ KGF 3 જાણો કેવી હશે, ફિલ્મ અંગે પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો


એ.આર. રહેમાન, શેખર ખપૂર, અક્ષય કુમાર, રિકી કેજ કોન્ચ રેડ કાર્પેટ પર ચાલનારી હસ્તિઓમાં સામેલ થશે. 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ઇવેન્ટ ભારતીય દર્શકો માટે એક ભવ્ય આયોજન હશે, કારણ કે 17 મે 2022ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના ઉદ્ઘાટનના દિવસે દેશભરના સિને જગતની હસ્તિઓ ભારતીય પ્રતિનિધિમંડળના ભાગના રૂપમાં રેડ કાર્પેટ પર ચાલશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારંણ મંત્રી અનુરાગ ઠાકુર કાન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube