કોરોના વાયરસ: ડોનેશન કરી રહેલા બોલીવુડ સ્ટાર્સ માટે PM Modiએ કર્યું Tweet, કરી આ મોટી વાત
અક્ષય કુમારથી લઇને બોલીવુડ સાથે જોડાયેલા ઘણા દિગ્ગજ લોકોએ પીએમ કેર્સ ફંડમાં લાખો અને કરોડો રૂપિયાનું દાન કર્યું છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની સામે જંગમાં અત્યારસુધી ફિલ્મ જગતનો મોટો સહયોગ મળ્યો છે. અક્ષય કુમારથી લઇને બોલીવુડ સાથે જોડાયેલા ઘણા દિગ્ગજ લોકોએ પીએમ કેર્સ ફંડમાં લાખો અને કરોડો રૂપિયાનું દાન કર્યું છે. એવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ મંગળવારે એક ટ્વિટ કરી ભારતીય સ્ટાર્સનો આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો:- રામાયણ શરૂ થતા જ Troll થઈ Swara Bhaskar, યુઝર્સે કહી દીધું આવું....
ટ્વિટ કરી પીએમ મોદીએ કરી આ માટી વાત
પીએમ મોદીએ એક ટ્વિટ કરતા લખ્યું હતું કે, ભારતીય સ્ટાર્સે દેશના લોકોના સ્વાસ્થ્ય માટે મહત્વનું યોગદાન કરી રહ્યાં છે. જરૂરિયાતમંદ લોકોથી લઇને પીએમ રિલિફ ફંડમાં સહયોગ કરવા સુધી આ સ્ટાર્સ મહત્વપૂર્ણ કામ કરી રહી છે. આભાર, નાના પાટેકર, અજય દેવગન, કાર્તિક આર્યન અને શિલ્પા શેટ્ટી.
Priyanka Chopraએ કર્યું મહાદાન, ચાહકોને અપીલ કરી કહ્યું...
તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસથી ભારત સહિત દુનિયાભરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે મોડી રાત્રે સરકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1397એ પહોંચી ગઇ છે. જ્યારે 35 લોકોના અત્યારસુધીમાં મોત થયા છે. તો બીજી તરફ 123 લોકોના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube