નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધની જંગમાં બોલિવૂડનો દબંગ સલમાન ખાન પણ મેદાને આવી ગયો છે. દેશ પર આવી પડેલા આ સંકટ વચ્ચે રોજેરોજ કમાઈને ખાનારા મજૂરો માટે તે મોટું કામ કરવા જઈ રહ્યો છે. દબંગ ખાને 25000 મજૂરોની એકાઉન્ટ ડિટેલ્સ માંગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત અગાઉ એટલે કે 19 માર્ચથી જ બોલિવૂડમાં કોઈ પણ ફિલ્મનું શુટિંગ ચાલુ નથી. આવામાં ફિલ્મો, ટીવી સિરિયલ્સ, જાહેરાતો અને વેઝ શોઝના શુટિંગ સાથે જોડાયેલા આવા જ મજૂરો પર બે ટંકના ભોજનનું સંકટ આવી ગયુ છે. પરંતુ હવે આ મુશ્કેલ પળમાં સલમાન ખાને આવા જ મજૂરો માટે મદદનો હાથ આગળ વધાર્યો છે. 


Corona સામે જંગ: અક્ષયે આપ્યા 25 કરોડ દાનમાં, જાણો કઈ બોલિવૂડ હસ્તીએ કેટલું કર્યું દાન


મળતી માહિતી મુજબ સલમાન ખાને ઈન્ડસ્ટ્રીની માતૃ સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ને ફોન કરીને 25000 આવા જ મજૂરોના બેંક ખાતાની માહિતી માંગી છે. જેથી કરીને તેમના સુધી આર્થિક મદદ પહોંચાડી શકાય. હવે તો એ સ્પષ્ટ થઈ ગયુ છે કે સલમાન ખાન મજૂરો માટે મોટું પગલું ભરવા માટે તૈયાર છે. 


અમારી સહયોગી વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ મુજબ એક સૂત્રએ જણાવ્યું કે સલમાન ખાન ફિલ્મ્સના સીઈઓ શમીરા નામ્બિયારે થોડા દિવસ પહેલા મજૂરોની મદદને લઈને ફેડરેશનને ફોન કર્યો હતો. મેં તેમને જણાવ્યું કે આમ તો ફેડરેશન સાથે અલગ અલગ પ્રકારે પાંચ લાખ વર્કર્સ જોડાયેલા છે. પરંતુ રોજ  કમાઈને ખાનારા મજૂરો લગભગ 25000 છે. ત્યારબાદ અમને ત્રણ દિવસ બાદ ફરીથી ફોન આવ્યો અને તેમણે 25000 આવા ડેઈલી વેજીસ મજૂરોના બેંક ખાતા અંગે જાણકારી માંગી, જે અમે તેમને મોકલી દીધી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube