નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના કારણે આવેલા સંકટમાં બોલીવુડ પણ મદદ કરવા સામે આવ્યું છે. એવામાં સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)એ થોડા દિવસ પહેલા મજૂરો માટે કરોડો રૂપિયાનું દાન કર્યું હતું. ત્યારે હવે તેણે ફરી એકવાર તેમની મદદ આવ્યો છે. સલમાને ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા કારીગરો માટે હવે ટ્રક ભરી અનાજની મદદ કરવાનું શરૂ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાને થોડા દિવસ પહેલા 10.50 કરોડનું દાન કર્યું હતું પરંતુ હવે તેણે મજૂરો માટે અનાજ મોકલ્યું છે. સલમાન ખાને મજૂરોની મદદ કરી છે જે કોરોના વાયરસથી લોકડાઉનના કારણે નુકસાન ઉઠાવી રહ્યાં છે. સલમાનના સહયોગી બાબા સિદ્ધીકી (Baba Siddique) એ આ ટ્રકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારબાદ હવે સલમાન ખાનની ખુબ જ પ્રશંસા થઈ રહી છે.


અનાજ ભરી ટ્રકોની તસવીર શેર કરતા બાબા સિદ્ધીકીએ સલમાન ખાનનો આભાર માન્યો અને લખ્યું, રોજિંદા મજૂરી કરતા શ્રમિકો પ્રત્યે તમારા ઉદાર યોગદાન માટે @beingsalmankhan @tweetbeinghumanનો આભાર. તમે લોકોની મદદ કરવાની વાત કરતા હમેશા બધાથી એક પગલું આગળ રહો છો. તે ફરીથી સાબિત થયું.


એક થ્રેડ ટ્વિટમાં તેણે કહ્યું, "#CoronaVirusની સામે અમારી લડાઈમાં શામેલ થવા અને તે સુનિશ્ચિત કરવા માટે કે @BeingSalmanKhan @tweetbeinghuman તમારો આભાર માનીએ છે અને તે સુનિશ્ચિત કરીએ છીએ કે, કોઈ પણ ભૂખ્યો નહીં રહે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube