નવી દિલ્હી: ઇન્ડિયન કોસ્ચ્યૂમ ડિઝાઇનર ભાનુ અથૈયાનું ગુરૂવારે 91 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ભાનુ અથૈયાએ ભારત માટે પ્રથમ એકેડમી અને ઓસ્કર એવોર્ડ જીત્યો હતો. તે પોતાની પાછળ ભારતીય કોસ્ચ્યૂમ ડિઝાઇનનો મોટો વારસો છોડીને ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 1983માં ભાનુ અથૈયાને ડાયરેક્ટર રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી' માટે ઓસ્કરમાં બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઇનર એવોર્ડથી નવાજવામાં આવ્યા. કોસ્ચ્યૂમ ડિઝાઇનર તરીકે તેમણે 100થી વધુ બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે છેલ્લી વખત આમિર ખાનની ફિલ્મ લગાન અથવા શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેસ માટે કામ કર્યું હતું. 


વર્ષ 2012માં ભાનુ અથૈયાએ ઓસ્કર એવોર્ડને પરત આપવાની જાહેરાત કરી. તેમનું કહેવું હતું કે તેમના પરિવારવાળૅઅ અને ભારત સરકાર તેમના આ અમૂલ્ય એવોર્ડની દેખરેખમાં સક્ષમ નથી. એટલા માટે આ એવોર્ડ એકેડમી માટે સંગ્રહાલયમાં જ સૌથી સુરક્ષિત અને સુવ્યવસ્થિત રહેશે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube