નવી દિલ્હી: સલમાન ખાન (Salman Khan) ફરી એકવાર મોટા પરદે ચુલબુલ (Chulbul Pandey) એટલે કે દેશી રોબિનહુડના અંદાજમાં આવી રહ્યો છે. સલમાન ખાને પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3 (Dabangg 3) નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ મોશન પોસ્ટર એટલા માટે પણ ખાસ છે કે આ ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફારની વાત સામે આવી હતી. ખબર છે કે સલમાનની ફિલ્મ કિક 2 (Kick 2) પાછળ જતાં હવે સલમાન ખાન દબંગ 3 આગામી વર્ષે ઇદ પર રિલીઝ કરશે. પરંતુ સલમાને આ મોશન પોસ્ટરમાં આ તમામ અટકળોને અટકાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા મોશન પોસ્ટરમાં ફરી એકવાર સલમાન ખાને આ ફિલ્મની રિલીઝ અંગે ખુલાસો કર્યો છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે આ વર્ષે જ રિલીઝ થવા જઇ રહી છે. મોશન પોસ્ટરમાં સલમાન ફરી એકવાર એ જ દબંગ અંદાજમાં આવી રહ્યો છે. 



દબંગ 3નું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે અને એને સલમાન ખાન અને અરબાઝ ખાન પ્રોડક્શન હાઉસ પ્રોડ્યૂઝ કરી રહી છે. આ ફિલ્મ 2012માં આવેલી દબંગની સિક્વલ છે. સલમાને એ પણ જાહેરાત કરી છે કે આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.