Dadasaheb Phalke Awards 2024: 20 ફેબ્રુઆરીએ મુંબઈમાં દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન થયું હતું. જેમાં બોલીવુડથી લઈને ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકારો પહોંચ્યા હતા. ઇન્ડિયન સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક એવો દાદા સાહેબ ફાળકે એવોર્ડ અલગ અલગ કેટેગરીમાં કલાકારોને આપવામાં આવ્યો. જેમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ શાહરુખ ખાનને મળ્યો અને બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં બોલીવુડની અદાકારાઓને પાછળ છોડી નયનતારા બાજી મારી ગઈ. આ સિવાય કયા કયા કલાકારોએ દાદા સાહેબ ફાળકે એવોર્ડ કઈ કેટેગરીમાં જીત્યો તે પણ જુઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રકુલ-જેકી પહેલા આ બોલીવુડ સ્ટાર્સ કરી ચુક્યા છે ગોવામાં લગ્ન, જુઓ લગ્નના શાનદાર ફોટો


દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિનર્સ લિસ્ટ 


બેસ્ટ એક્ટર ઈન નેગેટિવ રોલ - બોબી દેઓલ
બેસ્ટ ડાયરેક્ટર - સંદીપ રેડ્ડી વાંગા
બેસ્ટ એક્ટર ક્રિટિક્સ - વિક્કી કૌશલ
બેસ્ટ એક્ટર - શાહરુખ ખાન
બેસ્ટ એક્ટ્રેસ - નયનતારા


આ પણ વાંચો: Rituraj Singh ની જેમ આ કલાકારોએ પણ ગુમાવ્યો કાર્ડિયાક અરેસ્ટના કારણે જીવ

વર્ષ 2023 માં બોલીવુડ માટે શાનદાર રહ્યું હતું. આ વર્ષમાં અલગ અલગ કલાકારોની સુપરહિટ ફિલ્મો રિલીઝ થઈ. જેમાં શાહરુખ ખાન અને રણબીર કપૂરનું નામ સૌથી ઉપર હતું. શાહરૂખ ખાને વર્ષ 2023માં પઠાન જવાન અને ડંકી ફિલ્મથી બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી. જ્યારે રણબીર કપૂર એ ફિલ્મ એનિમલથી ઘણા બધા રેકોર્ડ તોડ્યા. 


આ પણ વાંચો: વિક્રાંત મૈસીએ કર્યો મોટો ખુલાસો, આ કારણથી ટીવી ઈંડસ્ટ્રીને કહ્યું અલવિદા


એનિમલ ફિલ્મથી રણબીર કપૂર સુપરસ્ટારની કેટેગરીમાં આવી ગયો. આ ફિલ્મે 900 કરોડ જેટલો બિઝનેસ કર્યો. એનીમલ ફિલ્મથી રણબીર કપૂરની જ નહીં પરંતુ બોબી દેઓલ ની કિસ્મત પણ ચમકી ગઈ. આ ફિલ્મમાં નેગેટિવ રોલ માટે બોબી દેઓલે પણ દાદા સાહેબ ફાળકે એવોર્ડ જીત્યો છે. 


આ પણ વાંચો: ફેન્સને મળવા ઘરની બહાર આવેલા અમિતાભ બચ્ચન થઈ ગયા ઈમોશનલ, શેર કર્યો ખાસ Video


આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં જવાન અને એનિમલ ફિલ્મ છવાયેલી હતી. આ સિવાય અલગ અલગ કેટેગરીમાં રાની મુખર્જી, એટલી કુમાર, શાહિદ કપૂર સહિતના કલાકારોને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું.