Video : જ્યારે રેમ્પ પર રણવીર અને અનિલે કર્યો ધમાલ ડાન્સ, આજનો બેસ્ટ વીડિયો
લોકોએ આ ડાન્સને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો
નવી દિલ્હી : અનિલ કપૂર અને રણવીર સિંહ એવું સેલિબ્રિટી કોમ્બિનેશન છે જે સાથે હોય તો ધમાલ મચાવી દે છે. આવું જ કંઈ થયું લેકમે ફેશન વિક દરમિયાન. આ ફેશન શોમાં અનિલ કપૂર અને જાન્હવી કપૂર ફેમસ ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોરના શોમાં શો સ્ટોપર હતા. આ દરમિયાન રેમ્પ પર અનિલ કપૂર જેવો પહોંચ્યો કે તરત રણવીર સિંહે તેનું જોરદાર સ્વાગત કર્યું.
ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમે પણ ડાન્સ કરવા લાગશો. અહીં રેમ્પ વોક દરમિયાન અનિલ કપૂર અને રણવીર સિંહે ધમાલ ડાન્સ કર્યો હતો.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...